Homeમનોરંજનઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની પિક્ચર્સના મર્જરની જાહેરાત

ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની પિક્ચર્સના મર્જરની જાહેરાત

-

Zee Entertainment signs deal for merger with Sony Pictures India News In Gujarati at Satyamanthan Web

આજે મનોરંજન ક્ષેત્રમાં એક મોટી મર્જર ડીલના સમાચાર આવ્યા. ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડએ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા સાથે તેના મર્જરની જાહેરાત કરી છે. એટલે કે, હવે ઝી એન્ટરટેઇનમેન્ટ હવે સોની પિક્ચર્સ સાથે મર્જ થશે. કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે સોની 1.57 અબજ ડોલર એટલે કે લગભગ 11,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને મર્જર પછી 52.93 ટકાનો કંટ્રોલિંગ હિસ્સો ધરાવશે. બીજી બાજુ, ઝી લિમિટેડના શેરધારકો 47.07 ટકા હિસ્સો ધરાવશે.

ઝી લિમિટેડના બોર્ડે મર્જરને મંજૂરી આપી દીધી છે. પુનીત ગોયન્કા મર્જ થયેલી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) બંને રહેશે. ટીવી બિઝનેસ, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને બે કંપનીઓના પ્રોગ્રામ લાઇબ્રેરીને મર્જ કરવામાં આવશે. બંને કંપનીઓ વચ્ચે નોન બાઈડીંગ અગ્રીમેન્ટ થયા છે.

આ મર્જર કરાર હેઠળ, ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની પિક્ચર્સ બંને તેમના સંબંધિત લાઇનર નેટવર્ક, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન બિઝનેસ અને પ્રોગ્રામ લાઇબ્રેરીઓને મર્જ કરશે. મર્જર માટે આ કરારમાં એવી જોગવાઈ પણ છે કે પ્રમોટર્સ પરિવારને કંપનીમાં પોતાનો હિસ્સો વર્તમાન 4 ટકાથી વધારીને 20 ટકા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે.

ઝી એન્ટરટેઇનમેન્ટના આર ગોપાલને કહ્યું છે કે ઝીના બિઝનેસમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. કંપનીના બોર્ડને વિશ્વાસ છે કે આ મર્જરથી ઝીને વધુ ફાયદો થશે. બંને કંપનીઓના એક સાથે આવવાથી કંપનીને નવી ઉર્જા મળશે. આને કારણે, કંપનીના શેરધારકોને પણ આગળ જતાં મોટો લાભ મળશે. જો કે સોની ગ્રુપ પાસે મોટાભાગના ડિરેક્ટરોને નોમિનેટ કરવાનો અધિકાર હશે.

આ મર્જર ડીલના સમાચાર સામે આવ્યા બાદ ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિ. (ZEE) ના શેરમાં બુધવારે જબરદસ્ત વધારો જોવા મળ્યો. કંપનીના શેર આજે 15 ટકા એટલે કે 38.35 પોઇન્ટથી વધીને 294.05 પર પહોંચી ગયા છે.

Must Read