Homeગુજરાતગુજરાતની રાજકીય લેબોરેટરીથી પેદા થયેલા યુવા નેતાઓ ગરીબ, મધ્યમ અને પછાત વર્ગ...

ગુજરાતની રાજકીય લેબોરેટરીથી પેદા થયેલા યુવા નેતાઓ ગરીબ, મધ્યમ અને પછાત વર્ગ માટે ખતરનાક સાબિત થશે

-

રાજકારણની લેબોરેટરી ગુજરાત Tushar Basiya : ગુજરાતનું રાજકારણ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રોજ પડખા ફેરવી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં ત્રણ મુખ્ય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના સોગઠા સેટ કરી રહ્યાં છે. જેમાં દરેક પક્ષ જ્ઞાતિગત સમીકરણના નામે ‘જ્ઞાતિવાદ’ અને ધર્મના નામે ‘ધર્મવાદ’ને સેટ કરી રહ્યાં છે. એક ચોક્કસ જ્ઞાતિના મતના આધારે સરકાર બનાવવી ખુબ સરળ હોય દરેક પક્ષનું ધ્યાન એ જ્ઞાતિ તરફ છે.  ત્યારે અન્ય જ્ઞાતિ અને સમુદાયને ધર્મનો ઝંડો પકડાવી ઉપયોગ કરી લેવાની તૈયારી જણાય છે.

ગુજરાતને રાજકારણની લેબોરેટરી તરીકે ઓળખાવી કેટલાક પત્રકારો અને વિશ્વેષકોએ અભ્યાસના તારણો ભૂતકાળમાં રજૂ કર્યા છે. તેમના મુખ્ય તારણો મુજબ એ વાત ખરી છે કે આ લેબોરેટરીમાંથી ધર્મવાદના નામે સચોટ રાજકારણ પેદા થયું છે. પરંતુ જ્ઞાતિવાદની ભૂમિકા પણ ખતરનાક સ્તર સુધી પહોંચી ચૂકી છે. આ એ વાદ છે જેને પેદા કરનાર નેતાઓ પોતે વિકસાવેલા ફોર્મ્યુલાના કારણે તેને કાબુમાં રાખી શકે છે. પરંતુ ત્યારે શું જ્યારે આ નેતાઓ જતા રહેશે અને તેનો ફોર્મ્યુલા ઓપન સોર્સ બનશે ?

આવી સ્થિતીમાં દરેક ગરીબ, શોષિત, વંચીત અને પછાત વર્ગના લોકો માટે ખતરો પેદા થશે. હાલમાં પણ જ્યારે કેટલીક સંસ્થાઓ કહેવાતા સવર્ણોની ગુલામીમાંથી પીડિત વર્ગને છોડાવવા કાર્ય કરે છે. તેના પરથી સમજી શકાય કે લોકશાહીના વર્ષો બાદ પણ રાજ્યમાં જ્ઞાતિવાદનું સ્તર ખતરાના નિશાન સુધી છે. તો પછી જ્યારે ચોક્કસ જ્ઞાતિ સમુદાયના હાથમાં મોકળું મેદાન અને ઘોડાની લગામ મળી જશે તો શું થશે ? એ વિકટ સવાલ છે.

રાજ્યમાં ચોક્કસ જ્ઞાતિના લોકો દ્વારા જાહેરમાં કે ખાનગી રાહે વિવિધ સંગઠનો (લેબોરેટરી) ચલાવી બેઠકો કરાય છે. અલબત્ત રાજકારણના અભ્યાસક્રમો અને ટ્રેનિંગ પણ ચલાવાય છે, જેને જ્ઞાતિવાદ નામના હથિયારોનું પ્રોડક્શન હાઉસ કરી શકાય. આ લેબોરેટરીમાં પ્રોડક્શન માટે પીરસાતું જ્ઞાતિવાદનું જ્ઞાન રાજ્ય સહિત દેશ માટે ખતરનાક સાબિત થશે. કેટલાક અંશે તો ખતરનાક સાબિત થવા પણ લાગ્યું છે.

આ પ્રકારે જ્ઞાતિવાદને નામે જ્ઞાતિના સમુદાયની વિશાળ મેદનીને આધારે સત્તા મેળવે છે. આ સત્તાથી ગણ્યા ગાંઠ્યા 25-50 લોકો અમિર બની પોતાના સમુદાય સહિત અન્ય સમુદાયનું શોષણ કરે છે. છતાં પણ ગળથૂંથી મળતા જ્ઞાતિ ગૌરવના ગીતને કારણે લોકો ગુલામીમાં પણ ગૌરવ લેતા હોય છે. જ્યારે ખરેખર તેઓ જે આગેવાનોને પોતાના માને છે તેના દોરી સંચાર પણ ખુદ સત્તા ટકાવી રાખવા મથતા લોકોના હાથમાં છે. જે સત્તા માટે આગેવાનોને ટૂકડા ફેંકી રાજી રાખે છે અને આગેવાનો સમગ્ર સમાજને ગુમરાહ કરે છે.

આ ખતરનાક ખેલ હવે આખરી તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, જ્ઞાતિવાદના યજ્ઞમાં ગુજરાતને હોમનાર કેટલાક નેતાઓ ઈશ્વરના દરબારમાં હાજરી ભરાવે છે. સંસાસરમાં કોઈને અમરપટ્ટો નથી મળ્યો તેમ અન્ય નેતાઓ પણ ઈશ્વરના દરબારમાં હાજરી ભરશે. પણ તેમના બાદ તેમણે છોડેલી પ્રયોગશાળામાં ખતરનાક હથિયાર (યુવાનેતાઓના સ્વરૂપમાં) વધારે શક્તિશાળી બનશે અને ગરીબ, મધ્યમ અને પછાત વર્ગનું હજૂ પણ અધઃપતન થશે.

ज़माने के जिस दौर से हम गुज़र रहे हैं, अगर आप उससे वाकिफ़ नहीं हैं तो मेरे अफसाने पढ़िये और अगर आप इन अफसानों को बरदाश्त नहीं कर सकते तो इसका मतलब है कि ज़माना नाक़ाबिले-बरदाश्त है। -सआदत हसन मंटो

Must Read