Homeમનોરંજનતમે મનોરંજન માટે ઇન્સ્ટાગ્રામ વાપરો છો ! પણ લોકો તેમાંથી કરે છે...

તમે મનોરંજન માટે ઇન્સ્ટાગ્રામ વાપરો છો ! પણ લોકો તેમાંથી કરે છે કમાણી, જાણો કેવી રીતે ?

-

લગભગ લોકો મનોરંજન (Entertainment) માટે ઇન્સ્ટાગ્રામનો (instagram) ઉપયોગ કરતા હોય છે. પોતાના ફ્રેન્ડ સર્કલ ની અપડેટ લીધા પછી રીલ્સ એટલે કે નાની વિડિઓ જોવાના ચક્કર માં લોકો ઇન્સ્ટાગ્રામ પર વધુ સમય પસાર કરવા લાગ્યા છે. એટલે કે, ઘણા લોકો કદાચ લાંબા સમય સુધી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા રહે છે.

પરંતુ, કેટલાક લોકો આ ઇન્સ્ટાગ્રામથી પણ કમાણી કરી રહ્યા છે, સાથે જ એમની રીલ્સ પણ ઘણી કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં, જાણો કે તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા કેવી રીતે કમાણી કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામની સત્તાવાર વેબસાઇટ મુજબ, તમે ઇન્સ્ટાગ્રામથી ઘણી રીતે પૈસા કમાઈ શકો છો. આ સિવાય, તાજેતરમાં ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ હવે એવા લોકોને કમાવવાની તક આપવા જઈ રહ્યું છે જેઓ રીલ બનાવે છે, એટ્લે કે હવે લોકો રીલ્સ દ્વારા પણ કમાણી કરી શકે છે.

આવી સ્થિતિમાં, જાણો કે તમે ઇન્સ્ટાગ્રામથી કેવી રીતે કમાણી કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામથી કમાણી માટે કયા વિકલ્પો છે ?


ઇન્સ્ટાગ્રામથી કેવી રીતે કમાવું?

instagram logo in mobile app
instagram logo in mobile app (પ્રતીકાત્મક તસવીર)


ઇન્સ્ટાગ્રામ બિઝનેસ વેબસાઈટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે ઈન્સ્ટાગ્રામ દ્વારા ઘણી રીતે કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જેવા આઈજીટીવી વીડિયો છે, જેમાં લાંબા ગાળાના વીડિયો પણ અપલોડ કરી શકાય છે અને તેમાં જાહેરાત દ્વારા ઇનકમ જનરેટ કરી શકાય છે.

આ સિવાય વેબસાઈટે માહિતી આપી છે કે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ પોતાના બિઝનેસને વધારવા માટે પણ થઈ શકે છે. આ માટે, તમે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ જેવી તમારી એડ પણ જનરેટ કરી શકો છો અને તેનાથી તમે સહેલાઈથી તમારી ટાર્ગેટ ઓડિયન્સ સુધી પંહોચીને તમારી બ્રાન્ડ/ બિઝનેસનો પ્રચાર કરી શકો છો.

વેબસાઈટે મનપસંદ બ્રાન્ડ સાથે ભાગીદારી કરવા માટે આવકનો ત્રીજો વિકલ્પ જણાવ્યો છે. આમાં, તમે બ્રાન્ડેડ કન્ટેન્ટબનાવી શકો છો અને તેને અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો. આ માટે, તમારે બ્રાન્ડને ટેગ કરતી પોસ્ટ્સ શેર કરવી પડશે અને તમારી રીચ વગેરેના આધારે કમાણી કરી શકાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં કન્ટેન્ટ ક્રિએટરો માટે નવો બોનસ પેમેન્ટ પ્રોગ્રામ શરૂ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ ક્રિએટરોને પ્રોત્સાહિત કરવા માટે રીલ્સ પર નાણાકીય બોનસ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, જે રીલ્સ બનાવનારા યુઝર્સ માટે ખૂબ ફાયદાકારક માનવમાં આવી રહ્યું છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ જલ્દી જ તેની માહિતી લોકો સુધી પંહોચાડવામાં આવશે.

Must Read