એક સમયે આ ક્રિકેટર પોતાનું પેટ ભરવા માટે પાણીપુરી વંહેચતો હતો, IPL એ કરોડપતિ બનાવી દીધો
ઇન્ડિયન પ્રીમિયર લીગ – IPL 2021
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ ઘણા ખેલાડીઓનું નસીબ બદલ્યું છે, જેમાંથી એક ભારતીય યુવાન ક્રિકેટર યશસ્વી(Yashasvis) જયસ્વાલ છે. સ્થાનિક ક્રિકેટમાં માત્ર 17 વર્ષની ઉંમરે યુવા વનડે મેચમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે ઘણી મહેનત બાદ મોટી સફળતા મેળવી છે. યશસ્વી જયસ્વાલ એક સમયે પેટ ભરવા માટે મુંબઈમાં પાણીપુરી વંહેચતો હતો. આજે યશસ્વી જયસ્વાલ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે અને સીઝન દીઠ 2.4 કરોડ રૂપિયા લે છે.
અંડર -19 વર્લ્ડ કપ 2020 માં 400 રન
- અંડર 19 વર્લ્ડ કપ 2020 દરમિયાન યશસ્વી જયસ્વાલનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. યશસ્વી જયસ્વાલના સંઘર્ષની વાર્તા બહુ ઓછા લોકો જાણે છે. યશસ્વી જયસ્વાલ મુંબઈમાં આઝાદ મેદાનની બહાર પાણીપુરી વંહેચતો હતો.
- યશસ્વીએ પોતાની તાલીમ દરમિયાન ટેન્ટમાં જીવન વિતાવતો હતો, પરંતુ સફળતા મેળવવા માટે તેનામાં ખુબ જુસ્સો ભરેલ હતો. યશસ્વી જયસ્વાલે અંડર -19 વર્લ્ડ કપ 2020 માં 400 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ હતી.
Yashasvi ને IPL એ કરોડપતિ બનાવ્યા –

- યશસ્વી જયસ્વાલને તેની રમત માટે ‘મેન ઓફ ધ ટુર્નામેન્ટ’ પણ જાહેર કરાયો હતો. વર્ષ 2020 ની IPL ની હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે જયસ્વાલને 2.4 કરોડની જંગી રકમમાં ખરીદ્યો હતો.
- યશસ્વી જયસ્વાલનું નામ ત્યારે પ્રસિદ્ધ થયું જ્યારે તેણે વિજય હઝારે ટ્રોફીની એક મેચમાં ઝારખંડ સામે 154 બોલમાં 203 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના ભદોહીના રહેવાસી યશસ્વીએ પોતાનું બાળપણ અત્યંત ગરીબીમાં વિતાવ્યું છે. જયસ્વાલ 11 વર્ષની ઉંમરે ક્રિકેટર બનવાના સ્વપ્ન સાથે મુંબઈ આવ્યો હતો.
યશસ્વી રામ લીલા દરમિયાન પાણી-પુરી અને ફળો વેચતો – Yashasvis Journey Start from selling panipuri
- યશસ્વી પોતાનું પેટ ભરવા માટે આઝાદ મેદાનમાં રામ લીલા દરમિયાન પાણી-પુરી (ગોલગપ્પા) અને ફળો વેચતા હતા. એવા દિવસો હતા જ્યારે તેને ખાલી પેટ પર સૂવું પડતું હતું. યશસ્વીએ ડેરીમાં કામ કરવાનું શરૂ કર્યું.
- એક દિવસ ડેરીના માણસે તેને કાઢી મૂક્યો. જયસ્વાલને મદદ કરવા માટે એક ક્લબ આગળ આવી, પણ શરત રાખી કે જો તમે સારું રમશો તો જ તમે ટેન્ટમાં રહેશો. તંબુમાં રહેતા હતા ત્યારે યશસ્વીનું કામ રોટલી બનાવવાનું હતું. અહીં તેને લંચ અને ડિનર પણ મળતું હતું.
કોચ જ્વાલા સિંહે જીંદગી બદલી –
- આઝાદ મેદાનમાં યોજાયેલી મેચોમાં ઘણી વખત બોલ ખોવાઈ જાતી. બોલ શોધ્યા પછી પણ યશસ્વીને થોડા પૈસા મળતા હતા. એક દિવસ જ્યારે આઝાદ ગ્રાઉન્ડ પર યશસ્વી રમી રહ્યો હતો ત્યારે તેને કોચ જ્વાલા સિંહે પકડી પાડ્યા હતો.
- જ્વાલા પોતે પણ ઉત્તર પ્રદેશના છે, જ્વાલા સિંહની કોચિંગમાં યશસ્વીની પ્રતિભાને એટલો બૂસ્ટ મળ્યો કે તે વધુ સારા ક્રિકેટર બન્યા.
- યશસ્વી પણ જ્વાલા સિંહના યોગદાનની પ્રશંસા કરતા થાકતા નથી અને કહે છે, ‘હું તેનો દત્તક પુત્ર છું’. મને આજે આ મુકામ સુધી લાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે.