Xiaomi ની POCO બ્રાન્ડને આ વર્ષે ખૂબ સારા અને સસ્તા સ્માર્ટફોન વહેંચ્યા છે. વર્ષના અંત સુધીમાં કંપની ઘણા વધુ ફોન લાવવા જઈ રહી છે. જો કે, POCO X3 Pro ભારતમાં આ વર્ષે માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યો હતોઆજે એ ફોન અલગ કારણોસર સમાચારોમાં છે. એક ભારતીય ટ્વિટર વપરાશકર્તા અમન ભારદ્વાજ (@Ammybhardwaj13) એ અહેવાલ આપ્યો છે કે તેનો POCO X3 પ્રો સંપૂર્ણ ચાર્જ થયા પછી ચાર્જરમાંથી કાઢી નાખવામાં આવ્યાની લગભગ 5 મિનિટ પછી વિસ્ફોટ થયો.
ફોનમાં વિસ્ફોટ: POCO X3 ચાર્જરમાંથી કાઢી નાખવામાં આવ્યાની લગભગ 5 મિનિટ પછીI don’t know authenticity of this.
.@IndiaPOCO .@POCOSupport https://t.co/fzhTo5b2Nf
— Abhishek Yadav (@yabhishekhd) September 3, 2021
I don’t know authenticity of this.
.@IndiaPOCO .@POCOSupport https://t.co/fzhTo5b2Nf
ટ્વિટર યુઝરના ટ્વિટ કરી જણાવ્યાં મુજબ, ફોન માત્ર બે મહિના પહેલા ખરીદવામાં આવ્યો હતો. તેણે ફોનની કેટલીક તસવીરો અને ખરીદીની રસીદ પણ શેર કરી હતી. રસીદ બતાવે છે કે ફોન 15 જૂન, 2021 ના રોજ તૃતીય પક્ષ રિટેલર પાસેથી ખરીદવામાં આવ્યો હતો.
એક તસવીરમાં ફોનના બળી ગયેલા અવશેષો અને બેટરી ફૂલેલી દેખાય છે. જે બતાવે છે કે વિસ્ફોટને કારણે બેટરી ફૂટી ગઈ હોવી જોઈએ. ત્રીજી તસવીરમાં પલંગ સળગી ગયેલો દેખાય છે. કદાચ તે સમયે ફોન પલંગ પર રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટ સમયે ફોનની નજીક કોઈ હાજર નહોતું, નહીં તો કોઈ મોટી દુર્ઘટના થઈ શકત.
Realme Pad will outperform because their is no competitor in budget price bracket.#Realme #Oppo
— Abhishek Yadav (@yabhishekhd) September 4, 2021
POCO એ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી
પોકો ઇન્ડિયાએ આ ઘટના પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે, આ બીજી વખત POCO ફોનમાં આવી ઘટના પ્રકાશમાં આવી છે. અગાઉ એપ્રિલમાં POCO X3 ફોનમાં આપમેળે આગ લાગી ગઈ હતી. POCO ઇન્ડિયાએ આ માટે ‘એક્સટર્નલ ફોર્સ’ને જવાબદાર ઠેરવ્યા.