Homeજાણવા જેવુંમેરી જાન તીરંગા હૈ ! આ સ્થળે લહેરાશે વિશ્વનો સૌથી મોટો તીરંગો

મેરી જાન તીરંગા હૈ ! આ સ્થળે લહેરાશે વિશ્વનો સૌથી મોટો તીરંગો

-

જાણવા જેવું ગુજરાતી : દેશની આઝાદી પર્વના 75 વર્ષની સ્મૃતિમાં રાજસ્થાનમાં (Rajasthan) વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ (World’s Biggest Flag) ફરકાવવામાં આવશે. આ રાષ્ટ્રધ્વજ રાજસ્થાનના જેસલમેર (Jaisalmer)ખાતે આવેલા આર્મી વૉર મ્યુઝિયમ પાસે આવેલા એક પહાડ પર લગાવવામાં આવશે.

World’s Biggest Indian Flag in Jaislamer – ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો તીરંગો

જેસલમેર ખાતે આવેલા આર્મી વૉર મ્યુઝિમ ખાતે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લાગવા જઈ રહ્યો છે. આ રાષ્ટ્રધ્વજ મ્યુઝિયમ પાસેના એક પહાડ પર લગાવવામાં આવશે.

કેટલો મોટો હશે રાષ્ટ્રધ્વજ ?

જેની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ રહેશે. આ વિશાળ ધ્વજનું વજન આશરે 1,000 કિલો રહેશે તેવો અંદાજ છે. મહત્વની બાબત છે કે આ ધ્વજ સ્વદેશી ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

ક્યારે ફરકાવવામાં આવશે ?

વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ 15 જાન્યુઆરી એટલે કે આર્મી ડે ના રોજ ફરકાવવામાં આવશે. જે જેસલમેર પાસે આવેલા આર્મી સ્ટેશન પાસેના એક પહાડ પર ઝળહળી ઉઠશે.

અહેવાલો પરથી માહિતી મળે છે કે આ ધ્વજ લગભગ 32,000 સ્કેવર ફૂટ કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. આ કામ માટે મોટી સંખ્યામાં મજૂરો અને જે.સી.બી. જેવા હેવી મશીનો કામે લગાડવામાં આવ્યા છે.

આ પહેલા ક્યાં ફરકાવાયો હતો વિશ્વનો સૌથી મોટો ખાદીથી બનેલો રાષ્ટ્રધ્વજ ?

World's Biggest Indian Flag in Jaislamer - ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો તીરંગો
World’s Biggest Indian Flag in Jaislamer – ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો તીરંગો – પ્રતિકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીર અને લેહ બાદ જેસલમેર એવુ ત્રીજું સ્થળ હશે જ્યાં ખાદીનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ પહેલા 2 ઑકટોબર 2021 ગાંધી જયંતી નિમિતે  વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રધ્વજ લેહ, લદ્દાખ ખાતે ફરકાવાયો હતો.

ક્યાં ફરકાવાયો હતો 15,000 ફૂટની ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ ?

ગત વર્ષે નવેમ્બર મહિનામાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન ભારતીય સેનાએ લદ્દાખમાં 15,000 ફૂટની ઉંચાઈ પર 76 ફૂટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. ધ્વજનું નિર્માણ ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

Must Read