Homeગુજરાત‘‘વિશ્વ ઓઝોન દિવસ’’ ‘‘મોન્ટ્રીયલ કરાર-માનવો, અનાજ અને રસીઓના વિવેકપૂર્ણ ઉપયોગનું માધ્યમ’’

‘‘વિશ્વ ઓઝોન દિવસ’’ ‘‘મોન્ટ્રીયલ કરાર-માનવો, અનાજ અને રસીઓના વિવેકપૂર્ણ ઉપયોગનું માધ્યમ’’

-

વિશ્વ ઓઝોન દિવસ: પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્‍વમાં ૧૬ સપ્‍ટેમ્‍બરના દિવસને ‘‘આંતરરાષ્‍ટ્રીય ઓઝોન દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. જેનું આ વર્ષની ઉજવણીનું સૂત્ર છે-‘‘ મોન્ટ્રીયલ કરાર-માનવો, અનાજ અને રસીઓના વિવેકપૂર્ણ ઉપયોગનું માધ્યમ’’

ઓઝોન વાયુ઼નો ૯૦ ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં ૧૦ થી પ૦ કિલોમીટર ઉંચે હોય છે. સુર્યના કિરણોમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતાનું નિયમન કરવાનું કામ આ ઓઝોન પડ કરે છે. આ કિરણો ઓઝોન પડમાંથી ગળાઇને મંદ પડે છે.

નહીં તો ચામડી ઉપર ખંજવાળ જેવા લાંબા ગાળાની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે. માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઇ રહેલી વિપરિત અસરોમાં પૃથ્વીનાં ઓઝોન વાયુનાં પડમાં ગાબડાં પડયા હોવાનો વૈજ્ઞાનિક મત છે. આથી વૈશ્વિક સ્તરે આ દિશામાં રચનાત્મક અભિગમ ઉભો કરવાનો જનમત કેળવાઇ રહ્યો છે.

વિશ્વ ઓઝોન દિવસ

તા.૧૬-૯-૧૯૮૭ના મોન્ટ્રીઅલ કરાર મુજબ ઓઝોન વાયુનાં પડને પાતળુ બનાવતા કે નુકસાન કરતા પદ્દાર્થોનો ઉપયોગ ક્રમશઃ ઘટાડવાનું સ્વીકારવામાં આવ્યું છે. આવા પદાર્થોને અગ્રેજીમાં ટુંકમાં ઓડીએસ (ઓઝોન ડીપ્લેશન સબસ્ટન્સીઝ) કહે છે.

એરોસોલવાળી પેદાશોની બનાવટમાં, શ્વાસોચ્‍છશ્વાસ માટેના કૃત્રિમ યંત્રોમાં વપરાતાં પદાર્થોની બનાવટમાં, રેફ્રીજરેટરમાં, એરકન્ડીશ્નરમાં, અગ્નિશામક ઉપકરણોમાં, ફીણનો ફુવારો છાંટવાનાં સાધનોમાં, ભેજ ઓછો કરવાના ડીહ્યુમીડીફાયરમાં, વોટર કુલરમાં, બરફનાં મશીનમાં, કોમ્પ્રેસરમાં, છંટકાવની બનાવટમાં તથા સફાઇ કરવાના પદાર્થોને ઓગાળવાનાં માધ્યમ (સોલવન્ટ) તરીકે આવા ઓડીએસ પદાર્થો વપરાય છે.

રાષ્ટ્ર સમુહનાં દેશોની સામાન્ય સભાનાં ઠરાવ મુજબ ઉપરોકત મોન્ટ્રીઅલ કરારનાં ઉમદા હેતુની કામગીરી ચાલુ રાખવા તથા સમગ્ર વિશ્વનું ધ્યાન દોરીને જનજાગૃતિ કેળવવા માટે પ્ર¬તિ વર્ષે ૧૬ સપ્ટેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓઝોન પડ જાળવણી દિન તરીકે ઉજવવાનુ઼ નકકી કરવામાં આવ્યું છે.

ઉદ્યોગો તેમનાં ઉત્પાદનની બનાવટોમાં ઓઝોન પડને નુકશાન ન કરે તેવી આધુનિક પધ્ધતિઓ અપનાવે, તે મહત્વનું છે. માત્ર પર્યાવરણમિત્ર ગણાતા સલામત પધ્ધતિવાળા સાધનો કે ઉપકરણો જ ખરીદવાની ગ્રાહકોએ માંગણી કરવી જોઇએ. ઉદ્યોગોએ આધુનિક પધ્ધતિવાળા સાધનો વાપરવા જોઇએ.

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓઝોન પડની જાળવણી બાબતે વકતૃત્વ સ્પર્ધાઓ, પોસ્ટર્સ સ્પર્ધાઓ, ચર્ચાઓ વગેરે કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને ¬પ્રોત્‍સાહિત કરવા જોઇએ. રેફ્રીજીરેટર અને એરકન્ડીશ્નર સાધનોનાં નિભાવ અને જાળવણી દરમિયાન ઓડીએસ કે તેના વાયુ સ્વરૂપને વાતાવરણમાં છોડવાને બદલે તેનો પુનઃવપરાશ કરવા, નવેસરથી વાયુ ભરવાને બદલે માત્ર ખુટી ગયેલા વાયુનો જથ્થો ઉમેરવા, આ સાધનો કે કોલ્ડ સ્ટોરેજ જેવા પ્લાન્ટ જર્જરિત બને ત્યારે તેની મરામત કરવાને બદલે તેનો વપરાશ બંધ કરી તેનો નિકાલ કરવા અને ઓઝોન ફ્ર્રેન્ડલી સાધન સામગ્રી વસાવવા તથા ઓઝોન પડનું રક્ષણ કરતી કે જાળવણી કરતી બનાવટોની ઉપલબ્ધિ અને નિયંત્રણનાં પગલાની માહિતીનો ¬પ્રચાર કરવો, વગેરે કાર્યક્રમો આજના દિવસે યોજવામાં આવે છે.

Must Read