એક અહેવાલ મુજબ રવિવારે વૈજ્ઞાનિકો એ કહ્યું છે કે, ચીન China એ વિશ્વનો World સૌથી મોટો બાયોનિક રોબોટ largest quadruped bionic robot વિકસાવી લીધો છે. ઈલેકટ્રીક પાવરથી ચાલતો આ રોબોટ વિષમ પરિસ્થિતિમાં રાશન-રસદ પહોંચાડવા તેમજ સેનાના મીશનમાં સામેલ કરવામાં આવી શકે છે. ચીન આ રોબોટને જોખમી સરહદીય ક્ષેત્રના દુર્ગમ પહાડોમાં પણ રોબોટનો ઉપયોગ કરી ચીનની સૈન્ય તાકાત વધારી શકે છે.
ચાર પગ પર ચાલતો આ રોબોટ ‘યાક’ (બરફાચ્છાદિત પહાડોમાં વસતા પશુ) જેવું દેખાય છે. જેના કારણે કેટલાક અહેવાલોમાં તેને ‘યાંત્રીક યાક’ પણ કહેવાયુ છે. ચીન દ્વારા સ્વતંત્ર રીતે નિર્માણ કરવામાં આવેલો આ રોબોટ દુનિયાનો સૌથી મોટો, સૌથી ભારે (વજનમાં) અને રોબોટીક દુનિયામાં ઑફ રોડ કાર્ય કરવામાં સક્ષમ માનવામાં આવે છે. ચાઈના સેન્ટર ટેલીવિઝન (CCTV) એ ગત શુક્રવારે તેના વિશે માહિતી આપી હતી. રિપોર્ટમાં બતાવેલા દ્રશ્ય જોતા આ રોબોટ ખાસ્સો લાંબો અને તેની લંબાઈ ઉંચાઈ કરતા બે ગણી વધારે છે.
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ રોબોટ 160 કિલોગ્રામ સુધીનો વજન ઉઠાવી શકે છે, તેમજ તેના વિશાળ આકાર હોવા છતાં પણ તે 10 કિલોમીટર પ્રતિ કલાકની ગતીથી ચાલી શકે છે.
જૂઓ વીડિયો: ચાઈનાનો ખતરનાક રોબોટ – world’s largest quadruped bionic robot
આ યાંત્રિક યાક જેવા દેખાતા રોબોટ આસપાસના વિસ્તાર અને પર્યાવરણ બાબતે પણ જાણકારી મેળવી તેને અનુરૂપ વર્તી શકે તેવા સેન્સરથી લેસ કરાવમાં આવ્યો છે. અહેવાલ મુજબ તેને વિવિધ પ્રકારના વિસ્તારોમાં, ખાડીઓમાં અને પહાડો પર પણ સારી રીતે પ્રદર્શન કર્યુ છે.
અહેવાલમાં જણાવ્યું છે કે, સંયુક્ત મૉડ્યુલના 12 સેટના કારણે રોબોટ આગળ પાછળ પણ ચાલતા ચાલતા વળાંક લઈ શકે છે. ઉપરાંત તે ક્રોસમાં ચાલવા સાથે જ કુદવાનું અને સ્પ્રિન્ટ કરવાનું પણ કાર્ય બખુબી રીતે કરી શકે છે.
એટલું જ નહીં અહેવાલ મુજબ તો આ રોબોટ પહાડ, રણ, જંગલ જેવા વાતાવરણમાં ભોજન સહિતની સામગ્રીઓ પહોંચડાવા માટે તૈનાત કરી શકાય છે. આ પ્રકારના વિસ્તારોમાં વાહન દ્વારા પણ સામાનની હેરફેર કરવી મુશ્કેલ હોય છે, પરંતુ આ રોબોટના કારણે દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચ સરળતાથી મેળવી શકાય છે.
આ રોબોટનો મુખ્ય સંભવીત ઉપોયગ સીમાક્ષેત્રમાં થઈ શકે તેમ છે. આવા દુર્ગમ વિસ્તારોમાં સેન્ય મીશન પાર પાડવા માટે તેમજ ગુપ્ત મીશન પાર પાડવા માટે પણ આ રોબોટનો ઉપયોગ બખુબી થઈ શકે તેમ છે. સરહદના વિસ્તારોમાં સેન્સેટીવ ઝોન ગણાતા વિસ્તારોમાં માનવીઓ વડે સૈન્ય મીશન ગુપ્ત રીત પાર પાડવા મુશ્કેલ હોય છે, જ્યારે રોબોટીક ટેકનોલોજીથી તે કામ સરળતાથી થઈ શકે છે.
અહેવાલમાં જણાવ્યું છે તેમ ચીનના વૈજ્ઞાનિકે નામ ન જણાવવાની શરતે વિગતો આપતા જણાવ્યું છે કે, આ રોબોટ અતિઆધુનિક હોવાથી જોખમ ભરેલા સૈન્ય મીશન અને યુધ્ધમાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે, કારણ કે આ રોબોટ માનવ સૈન્ય તેમજ ડિલિવરી ટીમના સ્થાને કામ આપી શકે તેમ છે. જેના કારણે યુધ્ધ ક્ષેત્રમાં માનવ સૈન્યના મોતના આંકડા નીચા જઈ શકે તેમ છે.
મહત્વની વાત છે કે અહેવાલમાં એવું પણ જણાવાયુ છે કે, આ રોબોટને જરૂર પડ્યે હથીયાર સાથે સજ્જ કરી શકા છે ઉપરાંત હવાઈ ડ્રોનની માફક રીમોટ કન્ટ્રોલથી પણ મીશન પાર પાડી શકાય છે. યાંત્રિક યાક રોબોટ જ નહીં પણ ચીન દ્વારા ‘ગેડા’ નામનો પણ એક બાયોનિક રોબોટ વિકસીત કરવામાં આવ્યો છે. જે 32 કિલોગ્રામ વજનનો છે અને તે 40 કિલોગ્રામ વજન ઉઠાવી શકવા સક્ષમ છે.
આ ગેડા નામનો રોબોટ સરળ વોઈસ કમાન્ડ સમજવા અને ચહેરાની ઓળખ કરવા પણ સક્ષમ કરવામાં આવ્યો છે. જે સાંકળા માર્ગ, દુર્ગમ પહાડી, જંગલ, ઉબડખાબડ રસ્તાઓ સહિત સિંગલ પ્લાન્ક પુલો પણ પાર કરવામાં સફળ રહ્યો છે.
ચીનના આ રોબોટ્સ યુધ્ધમાં ઉપયોગ કરી શકે તેમ છે, અને આ પ્રકારના કેટલાક અન્ય બાયોનિક રોબોટ પેદા કરવા ચીન હાલ ઝડપથી કાર્ય કરી રહ્યું છે.