Homeમનોરંજન30 જૂન ‘‘વર્લ્ડ એસ્ટરોઇડ ડે” સૌરમંડળના અદભૂત તત્વ સમા લઘુગ્રહો (એસ્ટેરોઇડઝ)ની રસપ્રદ...

30 જૂન ‘‘વર્લ્ડ એસ્ટરોઇડ ડે” સૌરમંડળના અદભૂત તત્વ સમા લઘુગ્રહો (એસ્ટેરોઇડઝ)ની રસપ્રદ સફર

-

World asteroid day 2022 : ભારતના વિદ્વાન ઋષિ મુનીઓ અને સાધકોએ પોતાના જીવનપર્યત કરેલ સાધનાના પરિપાકરૂપે વિવિધ શાસ્ત્રેા અને ગ્રંથોની રચના કરેલ છે. આ ગ્રંથોમાં જાણવા જેવું તો હોય જ માટે આપણે તે પૈકીના એક ગ્રંથની વાત કરીશું. અવકાશમાં ગતિમાન તારાઓ, ગ્રહો અને સૌરમંડળ વિગેરેની તલસ્પર્શી માહિતી આર્યભટ્ટ દ્વારા તૈયાર કરાયેલ શાસ્ત્રમાં વર્ણવાયેલી છે. આમ ખગોળીય વિજ્ઞાન ભારતની પ્રાચિન સંસ્કૃતિનું એક વિશિષ્ટ પાસુ છે, અને ઉલ્કાપીંડ એસ્ટેરોઇડ એ એક પૃષ્ઠ છે.  

એસ્ટરોઇની વિનાશક અસરથી થયેલા વિશાળ વિસ્ફોટથી થયેલા મહાવિનાશને લીધે ડાયનોસોર જેવી પ્રજાતિઓ લુપ્ત થવાની માન્યતા છે. થયો હતો.  લિયોનીડ અલેકસેવિચ કુલિક નામના રશિયન ખનિજશાસ્ત્રીએ સૌપ્રથમ આ વિનાશક ઘટનાની શોધ કરી હતી. ત્યારથી વૈજ્ઞાનિકો તથા ખગોળવિદોએ લઘુગ્રહો વિશે સંશોધન કરવામાં રસ દાખવી અનેક નવા તારણો મેળવ્યા છે.

યુ.એન દ્વારા ડિસેમ્બર ૨૦૧૬ માં આજ ૩૦ જુનના દિવસને પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય લઘુગ્રહ દિવસ (International Asteroid Day)તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસની ઉજવણી દ્વારા જાહેર જનતામાં આવાજ કોઈ ઉલકાપિંડ કે લઘુગ્રહ વિશે જાગૃતિ ફેલાવા માટે થાય છે . જેની થીમ  “અવેરનેસ એન્ડ એડયુકેશન અબાઉટ એસ્ટરોઇડ ફોર ધ પોપ્યુલેશ ટુ સ્ટે કામ એન્ડ અલર્ટ”  છે.

આ વિષય પર અમેરિકી અંતરીક્ષ સંશોધન સંસ્થાના નિઓ સ્ટડીઝ સેન્ટર દ્વારા લગભગ ૧૬૦૦૦ પદાર્થોની સૂચિ બનાવવામાં આવી છે.જેને નીઓ (નીયર અર્થ ઓબ્જેક્ટ)એવા અવકાશી પદાર્થોને (ઉલ્કાઓ, લઘુગ્રહો, ધૂમકેતુઓ) કહે છે કે જે પૃથ્વી માટે સંભવિત જોખમી બની રહે તેમ હોય. પૃથ્વી પર મળેલ ઉલ્કા અવશેષો દ્વારા આપણે એ જાણી શક્યા છીએ કે મોટાભાગના લઘુગ્રહો પથરાળ હોય છે અને ઘણા લઘુગ્રહો ધાતુના બનેલ હોય છે. જેમની ઘનતા ખુબ જ વધારે હોવાથી વાતાવરણમાંથી પસાર થતી વખતી તેમની પૃથ્વી સપાટી સુધી પહોંચવાની શક્યતા પણ વધારે હોય છે. પૃથ્વીનો ૨/૩ ભાગ સમુદ્ર વડે ઢંકાયેલ છે લઘુગ્રહોની અથડામણ જમીન પર થાય તો તેને લીધે મુક્ત થતાં ધૂળના વિશાળ વાદળો પર્યાવરણ અને જીવસૃષ્ટિનું અકલ્પનીય નુકશાન કરે છે. અને  જો અથડામણ સમુદ્રમાં થાય તો તેના દ્વારા પેદા થનાર ભયાનક સુનામી ખૂબ મોટું જાન-માલનું નુકશાન કરી શકે છે.

યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર્સ (UNOOSA)નું માનવું છે કે NEOના આક્રમણનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ અતિ આવશ્યક છે. NEOનાં જોખમને પહોંચી વળવા ૨૦૧૪ માં International Asteroid Warning Network (IAWN) અને Space Mission Planning Advisory Group (SMPAG) ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વિવિધ દેશોની અંતરીક્ષ સંસ્થાઓ વચ્ચે સમન્વય સ્થાપવાનું કામ કરશે.

લઘુગ્રહો અથડાવાની જાણકારી ટોરીનો સ્કેલ દ્વારા મળે છે. ટોરીનો સ્કેલ પરથી લઘુગ્રહો 2004 VD17, 101955 Bennu (બેન્નુ), 1950 DA, વર્ષોવર્ષ શોધાયેલ હતા. જે ખતરનાક શ્રેણી માંથી દૂર કરવામાં આવ્યા છે.

આ અંગેની વધુ જાણકારી માટે ઓ.વી.સેઠ.રીજીયોનલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, રેસકોર્સ, રાજકોટ ખાતે નિલેશભાઈ રાણાનો સંપર્ક કરવાથી મળી શકશે.

વધુ વાંચો- તાજમહેલના બંધ 22 રૂમના વિવાદ વચ્ચે ASIએ જાહેર કરી તેમની તસવીરો, ખોલ્યું આ મોટું રહસ્ય

Must Read