Homeરાષ્ટ્રીયચિત્રકૂટ ધોધ પરથી મહિલાએ લગાવી છલાંગ, ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ...

ચિત્રકૂટ ધોધ પરથી મહિલાએ લગાવી છલાંગ, ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ : છત્તીસગઢ

-

જગદલપુર : સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલા ઊંચાઈ પરથી પડતા પાણીના ધોધ પરથી નીચે કુદતી દેખાઈ રહી છે. હાલ સુધી માહિતી મળી નથી કે આ મહિલા કોણ છે અને કયા કારણે તેણીએ આવું પગલું ભર્યું છે.

આ ઘટના છત્તીસગઢ Chhattisgarh ના જગદલપુર ખાતે આવેલા ચિત્રકૂટ ધોધ Chitrakoot waterfall ની હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યાં ગત શુક્રવારના રોજ એક મહિલા ધોધના મુખ પાસે પહોંચી હતી અને ઊંચાઈ પરથી પડતા ધોધમાં ઝંપલાવ્યું હતું. ઊંચાઈ પરથી કુદી મહિલા પાણીના ધોધ સાથે નીચે જતી વિડીયો Video માં જોઈ શકાય છે. ઘસમસતા પાણીના પ્રવાહમાં મહિલા ક્યાંક ખોવાઈ જાય છે. પોલીસે તેને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને સી.સી.ટી.વી. ફૂટેજ CCTV Footage પણ ચકાસી રહી છે. હાલ સુધી મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે સહિતની માહિતી હાથ લાગી નથી.

ગતરોજ શુક્રવારે બપોરના બે વાગ્યા આસપાસની આ ઘટના હોવાનું કહેવાય છે. બપોરે મહિલા પાણીના ધોધ પર તેના મુખ સુધી પહોંચી હતી. થોડો સમય પાણીમાં ધોધના મુખપાસે ઉભા રહી મહિલા મુખને અડીને ઉભી રહી ગઈ હતી. હાજર સુરક્ષા કર્મચારીઓએ પણ તેને આગળ વધે નહીં તે માટે અટકાવવા પ્રયાસ કર્યા હતા સાથે જ સ્થાનિકોએ પણ તેણીને અટકાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ મહિલાએ કોઈની વાત નહીં માની લગભગ 100 ફૂટની ઊંચાઈ પરથી પાણીના ધોધમાં ઝંપલાવી દીધું હતું. છલાંગ લગાવતાની સાથે જ હાજર સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા અને જાણે સમય થંભી ગયો હોય તેમ નિઃસહાય બની સૌ ઘટના જોતા રહી ગયા હતા. દરમિયાન બાહોશ ખલાસીઓ પાણીમાં મહિલાને શોધવા પહોંચી ગયા પણ તે મહિલાને બચાવી ન શક્યા હતા.

ધોધ પરથી મહિલાએ લગાવી છલાંગ – વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ : છત્તીસગઢ Viral Video

ઘટનાના વિડીયો અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. મહિલાનો મૃતદેહ મળ્યા બાદ તેની ઓળખ થશે અને ઘટનાના કારણ પરથી પડદો ઉઠશે તેમ મનાય છે. હાલ તો પોલીસ આસપાસના વિસ્તારમાં તપાસ કરી લોકોની પુછપરછ કરી રહી છે. હાજર લોકોમાં પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો હતો.

Must Read