Homeગુજરાતગીર સોમનાથકોડીનાર ખાતે ગાંધી જયંતિ અંતર્ગત વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ | Gir Somnath...

કોડીનાર ખાતે ગાંધી જયંતિ અંતર્ગત વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ | Gir Somnath Kodinar News

-

પરાગ સંગતાણી ગીર-સોમનાથ તા. -૦૪, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અંતર્ગત એક અઠવાડીયા સુધી જિલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામા આવી રહી છે. જે અન્વયે લોકોમા વન્યજીવો પ્રત્યે સંવેદના, જાણકારી અને તેના સંરક્ષણ અને સંર્વધન માટે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગીર પશ્ચિમ વિભાગ, જુનાગઢ દ્વારા કોડીનાર અંબુજા સિમેન્ટ કંપની ખાતે જિલ્લાકક્ષાનો એક દિવસીય સેમીનારનું આયોજન કરવામા આવ્યું હતું.

આ સેમીનારમાં ગીર સોમનાથ જિલ્લાના દરીયા કાંઠે હજારો કિલોમીટર દુરથી બચ્ચાને જન્મ આપવા આવતી અને “વ્હાલી દિકરી” તરીકે ઓળખાતી વ્હેલ શાર્ક અને હજારો કિલોમીટર દુરથી અરબી સમુદ્રના કિનારે ઈંડા મુકવા આવનાર દરીયાઈ કાચબાના સંરક્ષણ અને સંવર્ધન માટે જુદા-જુદા વિષયો પર નિષ્ણાંતો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

જેમાં ગર્વમેન્ટ સાઈન્સ કોલેજના ડો.પોરીયાએ વ્હેલ માછલી અંગે તથા સાયન્સ કોલેજ સરદાર પટેલ એજયુકેશન ઈન્સ્ટીટયુટ ભાવનગરના ડો.ગૌરાંગ ત્રિવેદીએ દરીયાઈ કાચબા વિશે માહિતી આપી હતી. તેમજ પ્રકૃતિ નેચર કલ્બ કોડીનારના દિનેશ ગૌસ્વામીએ પોતાના વ્હેલ શાર્ક બચાવ અને જાગૃતિના અનુભવો વર્ણવેલ હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ વિભાગ, ડો.ધીરજ મિત્તલ, મદદનીશ વન સંરક્ષક તાલાલા તથા જામવાળા રેન્જ તથા અંબુજા સિમેન્ટ લીમીટેડના અધિકારીઓ, પ્રકૃતિ નેચર કલ્બ કોડીનારના સભ્યો, સોમનાથ જિલ્લાની વિજ્ઞાન કોલેજોના વિદ્યાર્થીઓ અને દરીયાઈ પટ્ટીના માછીમાર આગેવાનો હાજર રહ્યા હતા.

Must Read