Homeગુજરાત11 ફૂટ લાંબો મગર વડોદરાના ખેતરમાં ઘૂસ્યો; સિઝનનો સૌથી લાંબો મગર હોવાનું...

11 ફૂટ લાંબો મગર વડોદરાના ખેતરમાં ઘૂસ્યો; સિઝનનો સૌથી લાંબો મગર હોવાનું અનુમાન

-

વડોદરા : ગુજરાતમાં વરસાદની સિઝનમાં મગર શહેરમાં ફરતા દેખાય તે લગભગ દરેક વર્ષે બનતી ઘટના છે. પરંતુ જ્યારે 11 ફૂટનો લાબો બિહામણો મગર સામે આવી જાય તો કંપારી છૂટી જાય તે સમજી શકાય છે. આ વર્ષે વરસાદના કારણે મગર નદી બહાર આવ્યા અને તેમાનો એક મગર 11 ફૂટ લાંબો હોવાના અહેવાલ મળ્યા છે. આ મગર ખેતરમાં કામ કરતા લોકોની નજરે પડતા મગરને રેસ્ક્યુ કરતી સંસ્થાને જાણ કરવામાં આવી હતી. આ સંસ્થાએ મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપી દિધો હતો.

મગર માનવ વસાહતની પાસે રહેતા હોય તેવા ખુબ ઓછા સ્થળો જોવા મળતા હોય છે. આવું જ એક સ્થળ એટલે ગુજરાતનું વડોદરા છે. જ્યાં વિશ્વામિત્રી નદી પસાર થાય છે અને વિશ્વામિત્રી નદી મોટા પ્રમાણમાં મગરોનું રહેઠાણ પણ છે. આ નદી સામાન્ય રીતે વરસાદ આવે ત્યારે ભરાય અને મગરો પર પાણીમાં તરીને બહાર આવાત જોવા મળતા હોય છે. મગર વધારે વરસાદ થાય ત્યારે પાણીની રેલમછેલ વચ્ચે શહેરમાં પણ ઘુસી જતા હોય છે. આવું જ કંઈ આજરોજ પણ થયું અને 11 ફૂટ લાંબો મગર ખેતરમાં આવી ચડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ 23 જૂલાઈના રોજ વડોદરા શહેર પાસે આવેલા દુમાડ ગામના એક ખેતરમાં મગર જોવા મળ્યો હતો. આ મગર ખુબ મોટો હોય જોઈને કામ કરતા લોકો ડરી ગયા હતા. મગરની લંબાઈ 11 ફૂટની હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. મગર ખેતરમાં આવ્યાની જાણ સ્થાનિકોએ પ્રાણીઓ (Wild Life)માટે કાર્ય કરતી એક સંસ્થાને કરી હતી. આ સંસ્થાના 4 સભ્યોએ સ્થળ પરથી સિઝનના સૌથી વિશાળ મગરને રેસ્ક્યુ કર્યો હતો.

સંસ્થાના વોલન્ટીયરએ જણાવ્યું હતું કે, “દોઢ કલાક ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ મગરને પાંજરામાં પુરવામાં સફળતા મળી હતી.” મગર રેસ્ક્યૂ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્વયંસેવી સંસ્થાના અગ્રણીના જણાવ્યા પ્રમાણે મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. હવે તેને સલામત રીતે છોડી મુકવામાં આવશે.

Gujarati news on Whatsapp group link

વધુ સમાચાર વાંચો- Gujarat Latest News Update

Must Read