Homeજાણવા જેવુંશા માટે બનાવ્યો હતો બીટકોઈન, ક્રિપ્ટોકરન્સીની આ વાત છે રસપ્રદ

શા માટે બનાવ્યો હતો બીટકોઈન, ક્રિપ્ટોકરન્સીની આ વાત છે રસપ્રદ

-

જાણો – ક્રિપ્ટોકરન્સીની આ રસપ્રદ વાત – Why was Bitcoin created this talk of cryptocurrency is interesting

ક્રિપ્ટોકરન્સી (Cryptocurrencies)ની લોકપ્રિયતા છેલ્લા થોડા સમયથી ખુબ જ વધતી જોવા મળે છે. ક્રિપ્ટોમાં લોકો રોકાણ પણ કરી રહ્યા છે. પરંતુ હવે ક્રિપ્ટોકરન્સીની વેલ્યૂ સતત ઘટતી પણ જોવા મળી રહી છે. તેનું કારણે ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઓફ ઓફિશીયલ ડિજિટલ કરન્સી બિલને (Cryptocurrency and Regulation of Official Digital Currency) માનવામાં આવે છે.

આ બિલ મારફતે સરકાર પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાની તૈયારીમાં છે. તેના કારણે રોકાણકારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભવિષ્ય ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે. પરંતુ તમને એ ખ્યાલ છે કે ખરેખર ક્રિપ્ટોકરન્સી રોકાણ કરવા માટે બનાવવામાં નહોતી આવી. આપણે તેની શરૂઆત અને બનવા પાછળના કારણો જોવા જરૂરી છે.

Why was Bitcoin created this talk of cryptocurrency is interesting
Why was Bitcoin created this talk of cryptocurrency is interesting | image credit : atlantajewishtimes.com

બીટકોઈન (BITCOIN) દુનિયાની સૌથી મોખરે અને પોપ્યુલર બનેલી ક્રિપ્ટોકરન્સી છે. આ કરન્સી ઘણા રોકાણકારોની ચોઈસ બની ગયા છે. સમય સાથે રોકાણકારોનો ભરોસો જીતવામાં પણ બીટકોઈન સફળ રહ્યું છે. છતાં પણ તેના નિર્માણકર્તા (Creator)ને નથી જોયા કે નથી ઓળખતા. બીટકોઈનની શરૂઆત વર્ષ 2008માં થયો હતો.

તેને ઑપન સોર્સ સૉફ્ટવેર તરીકે વર્ષ 2009માં રીલીઝ કરવામા આવ્યુ હતુ. બિટકોઈન બનાવનારી કોઈ કંપની કે વ્યક્તિને Satoshi Nakamoto ના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 2008માં બીટકોઈન સાથે જોડાયેલા એકેડેમિક વ્હાઈટ પેપરને અપલોડ કરવામાં આવ્યું હતુ.

આ વ્હાઈટ પેપરનું ટાઈટલ Bitcoin: A Peer-to-Peer Electronic Cash System  રાખવામાં આવ્યું હતુ. જેમાં તેને ડિજિટલ કરન્સી ગણાવાય હતી. તેના પર કોઈ પણ સરકારનો કન્ટ્રોલ નહીં હોય અને કોઈ સરકાર તેમાં દખલ નહીં કરી શકે.

વધુ વાંચો – જાણો – એરોપ્લેનના પાંખ પર લીલી, સફેદ અને લાલ રંગની લાઈટો કેમ હોય છે

વર્ષ 2009માં આ સૉફ્ટવેરને રિલીઝ કરવામા આવ્યો અને બીટકોઈન નેટવર્કને લોન્ચ કરવામા આવ્યો. આજે આ સૉફ્ટવેર ઑપન સોર્સ છે અને તેને દરેક લોકો જોઈ શકે છે અથવા તેમાં હિસ્સેદારી કરી શકે છે.

બીટકોઈન ત્રણ પ્રિન્સીપલ પર કાર્ય કરે છે. તે ડિમાન્ડ અને સપ્લાઈ, ક્રિપ્ટોગ્રાફી અને ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક પર કામ કરે છે. અહિં સમજવા જેવી વાત એ છે કે વર્ષ 2008માં ફાઈનાન્સીયલ ક્રાઈસીસ બાદમાં ડિજિટલ કરન્સીના આઈડ્યાને લાવવામાં આવ્યો હતો.

Why was Bitcoin created this talk of cryptocurrency is interesting
Why was Bitcoin created this talk of cryptocurrency is interesting | image credit : 99designs.com
બીટકોઈન સૌથી જૂની ક્રિપ્ટોકરન્સી પણ છે. – Why was Bitcoin created this talk of cryptocurrency is interesting

આ ડિજિટલ કરન્સીનો ઉપયોગ ગુડ્સ અને સર્વિસીઝના એક્સચેન્જ વેલ્યુ માટે પણ કરવામાં આવે છે. બીટકોઈન કરન્સી બ્લોકચેન ટેકનોલોજી પર આધારીત છે. તેના માટે મોટા પાયે કોમ્પ્યુટીંગ સિસ્ટમના ઉપયોગની જરૂર પડે છે અને તેના દ્વારા તેને પ્રોડ્યુસ કરી શકાય છે.

આ મોટી ટેકનિકલ પ્રોસેસ છે અને તેના માટે ઈન્ટરનેટ સાથે જ હેવી પાવર સપ્લાઈની પણ જરૂર પડે છે. તેને વેલ્યૂ વધારે હોવા પાછળનું કારણ તેની લિમીટેડ અમાઉન્ટ પણ  છે. હવે કેટલીક કંપનીઓ પણ બીટકોઈન થકી પેમેન્ટ લેવા લાગી છે.

ગુજરાતીમાં જાણવા જેવું – જાણો – કેસર કેમ આટલું મોંઘુ હોય છે

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....