Homeજાણવા જેવુંશા માટે પોલીસ ગુનેગારનો ચહેરા છુપાવી રાખે છે - જાણો આ પાછળનું...

શા માટે પોલીસ ગુનેગારનો ચહેરા છુપાવી રાખે છે – જાણો આ પાછળનું ચોકાવારૂ કારણ

-

શું તમે વિચાર્યું છે કે પોલીસ ગુનેગારનો ચહેરા શા માટે છુપાવી રાખે છે? જાણો આ પાછળનું ચોકાવારૂ કારણ – Why police cover suspects face janva jevu

જ્યારે પણ તમે છાપામાં કે ટીવી પર કોઈ ગુનેગારનો ફોટો જોયો હશે કે કોઈ ગુનેગારને પોલીસ ક્યાંક લઈ જતી કે મીડિયાની સામે રજૂ કરતી દેખાયો હશે, ત્યારે તમને હંમેશા માસ્કથી છુપાયેલ ગુનેગારનો ચહેરો દેખાશે અને પછી તમારા મગજમાં આ પ્રશ્ન જરૂર ઊભો થતો હશે કે પોલીસ આ ગુનેગારોનો ચહેરો કેમ છુપાવે છે, જ્યારે પોલીસે ગુનેગારનો ચહેરો બતાવવો જોઈએ જેથી દરેક તે ગુનેગારને ઓળખી શકે.

Why police cover suspects face janva jevu
Why police cover suspects face janva jevu | image credit : firstpost.com

જાણો ગુનેગારોનો ચેહરો છુપાવવાનું કારણ – Why police cover suspects face janva jevu

ઘણા લોકો માને છે કે પોલીસ દ્વારા ગુનેગારનો ચહેરો છુપાવવો એ ખોટું છે કારણ કે આમ કરવાથી આ ગુનેગારો સમાજમાં ફરી ગુના કરી શકે છે અને કોઈ તેમને ઓળખી શકશે નહીં. પરંતુ તમને જણાવી દઈએ કે પોલીસ આવા કોઈપણ ગુનેગારનો ચહેરો છુપાવતી નથી,

Why police cover suspects face janva jevu
Why police cover suspects face janva jevu | image credit : udaipurtimes.com

પરંતુ તેની પાછળ પણ કોઈ નક્કર કારણ હોય છે.  તેની પાછળનું પહેલું કારણ માનવ અધિકાર કાયદો છે, આપણો માનવ અધિકાર કાયદો કહે છે કે જ્યાં સુધી કોર્ટ દ્વારા કોઈને સજા ન થાય ત્યાં સુધી કોઈને ગુનેગાર ગણી શકાય નહીં.

કેટલીકવાર એવા કેટલાક પોલીસ કેસ હોય છે જેમાં એફઆઈઆરમાં ગુનેગારનું નામ નથી બતાવવામાં આવતું અને સાક્ષીઓ તેમને ઓળખી શકતા નથી, અને આવી સ્થિતિમાં ગુનેગારને ઓળખવા માટે પોલીસ એક ઓળખ પરેડ કરે છે, જેમાં પીડિતને આરોપી સિવાય કોઈ બીજા લોકો જ દેખાડવામાં આવે છે.

પરંતુ જો ગુનેગારનો ચહેરો પહેલાથી જ બધાને દેખાડવામાં આવે છે, તો પછી પીડિતા દ્વારા કરવામાં આવેલી ગુનેગારની ઓળખ પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય? એટલા માટે પોલીસ આવું કરે છે જેથી તેઓ કેસની સંપૂર્ણ તપાસ કરી શકે અને યોગ્ય પરિણામ સુધી પહોંચી શકે.

ગુજરાતીમાં જાણવા જેવું – ડાયનાસોર ફરી આવશે ? આ દેશ મળી આવ્યા 30 ઈંડા

Must Read