Homeજાણવા જેવું6,992 કિમી લાંબી એમેઝોન નદી પર કેમ એક પણ પુલ નથી ? જૂઓ...

6,992 કિમી લાંબી એમેઝોન નદી પર કેમ એક પણ પુલ નથી ? જૂઓ વિડીયો

-

Why no single bridge across the amazon river : જાણવા જેવું ગુજરાતીમાં : વિદ્યાર્થીઓને અભ્યાસમાં દેશ-વિદેશની વિવિધ માહિતીઓના સવાલો પુછાતા હોય છે. આવી સ્થિતીમાં વિદ્યાર્થીઓને સતત માહિતીની શોધ કરતા રહેવું પડે છે. પરંતુ હાલના ડિજિટલ યુગમાં માહિતી વિસ્ફોટના કારણે વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં મુકાઈ જતા હોય છે. ત્યારે આ માહિતી સભર લેખ અને વીડિયો તેમને ઉપયોગી થઈ પડશે.

આજના લેખ અને વીડિયો Video માં આપણે વાત કરવાની છે ‘એમેઝોન નદી’ની. આપની માહિતી માટે જણાવી દઈએ કે દક્ષિણ અમેરિકાના 9 દેશોમાંથી પસાર થતી એમેઝોન નદી દુનિયામાં ‘નાઇલ નદી’ પછી 2જા ક્રમની સૌથી લાંબી નદી છે. ટૂંકમાં તેની લંબાઈ સમજવા માટે એ સમજી લઈએ કે એમેઝોન નદી 6,992 km કિમી લાંબી છે. અને તે કેલિફોર્નિયા, વેનેઝુએલા, ઇકવાડોર, બ્રાઝિલ, બોલિવીયા, ગુએના, સૂરીનામ,પેરુ અને ફેન્ચ ગુએના વગેરે દેશોમાંથી પસાર થાય છે. વળી એમેઝોન નદી પોતાની આસપાસના ગાઢ જંગલને કારણે પણ પ્રખ્યાત છે. એેમેઝોન નદીની આસપાસના ગાઢ જંગલને ‘એમેઝોન વર્ષાવન’ તરીકે ઓળખવામાં આવે છે.

6992 કિમી લાંબી એમેઝોન નદી પર કેમ એક પણ પુલ નથી ? જૂઓ વિડીયો – ગુજરાતીમાં જાણવા જેવું

એમેઝોનના કાંઠે આવેલા આ એમેઝોન વર્ષાવનના બેઝીનમાં વસતા લોકો માટે જીવાદોરી સમાન છે. એવું ન સમજવું કે એમેઝોનનું જંગલ સરળ રીતે સમજાય તેમ છે. એમેઝોનનના વર્ષાવનની અંદર કેટલાક વિસ્તારોમાં તો સૂર્યના કિરણને પણ પહોંચવું ખુબ મુશ્કેલ છે. આ જંગલ કેટલું ગાઢ હશે તે આ વાત પરથી સમજી શકાય છે. વળી 70 લાખ વર્ગ કિલોમીટરથી પણ વધારે એમેઝોનનું જંગલ ફેલાયેલું હોય પૃથ્વી પર ફેફસાનું કામ પણ કરે છે. આ જંગલમાં પહોળા પાન ધરાવતી અનેક પ્રકારની વનસ્પતિઓ ભેજવાળા વાતાવરણમાં રાજ કરે છે.

કેટલાક અહેવાલોમાં મુજબ એમેઝોનનું જંગલ 5.5 કરોડ વર્ષ જેટલું જુનું છે. બીજી તરફ મીઠા પાણીની વાત કરીએ તો દુનિયાની તમામ નદીઓનું જેટલું પાણી દરિયામાં વહી જાય છે તેનું 20 ટકા મીઠું પાણી માત્ર એમેઝોનનું હોય છે.

આટલી વિશાળ નદી હોય તો તેની સહાયક નદીઓ પણ હોય જ. પણ એમેઝોન નદીની સહાયક નદી બે-ચાર નહીં પણ 1100 છે. 1100 સહાયક નદીઓ મળી એમેઝોનને વિશ્વની બીજા નંબરની લાંબી નદીનું બિરૂદ અપાવે છે. આ સહાયક નદીઓની જો વાત કરીએ તો તેમાની 12 નદીઓની લંબાઈ 1500 કિલોમીટર કરતા પણ વધારે છે. પરંતુ સૌથી નવાઈની લાગે તેવી વાત એ છે કે 6,992 km કિલોમીટરનો પ્રવાસ કરતી એમેઝોન નદીની ઉપર એક પણ પુલ બાંધવામાં નથી આવ્યો. એમેઝોન દુનિયાની આટલી વિશાળ પ્રથમ નદી છે જેના પર કોઇ બ્રીજ બાંધવામાં આવ્યો નથી.

દુનિયાની સૌથી લાંબી નદીમાં પ્રથમ નંબરે નાઈલ નદી આવે છે બાદમાં બીજા નંબર પર એમેઝોન આવે છે. આ નદીની આસપાસનું વિશાળ રેઈનફોરેસ્ટ એટલે કે વર્ષાવન વિશ્વનો સૌથી વિશાળ હરિયાળી ભર્યો વિસ્તાર છે.

જેમાં વનસ્પતિની 40000, મેમલની 427 અને પક્ષીઓની 1300 જેટલી પ્રજાતિઓ રહે છે એટલું જ નહી એમેઝોનના તાજા પાણીમાં માછલીઓની 3000થી વધુ જાતો છે. એટલેથી જ એમેઝોનના વર્ષાવનની વૈભવતા નથી અટકી જતી. આજે પણ સંશોધકોને હજુ પણ નવી પ્રજાતિઓ મળતી રહે છે. નાની નદીઓ પર પણ પૂલ હોય છે પરંતુ એમેઝોનના 6,992 km કિલોમીટર લાંબા પ્રવાહમાં બ્રીજ નહીં હોવા પાછળ પણ ખાસ તર્ક છે.

સ્ટ્રકચરલ એન્જીનિયર્સ અને બાંધકામ નિષ્ણાતોનું માનવું છે કે નદી પર પૂલ નહી હોવાનું એક માત્ર કારણ બ્રીજની જરુરીયાત નથી એ છે. એમેઝોન નદી જ એવા વિસ્તારમાંથી પસાર થાય છે જયાં આવા કોઇ ડેવલપમેન્ટ વર્કની આવશ્યકતા નથી.મોટે ભાગે છુટી છવાયેલી માનવ વસાહત હોય ત્યાંથી જ નદી વહે છે. કેટલાક વધુ વસ્તી ધરાવતા નાના નગરો એમેઝોનના બેઝીન પર વિકસ્યા છે પરંતુ તે એટલા વિકસિત છે કે એમેઝોનના એક કિનારાથી બીજા કિનારે જવા માટે ફેરી એરેંજમેન્ટ સારો વિકલ્પ છે.આથી એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે પૂલની આવશ્યકતા રહેતી નથી. કેટલાક નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે એમેઝોન નદીન કાંઠે માટી ભેજવાળી અને નરમ રહેતી હોવાથી પૂલ તૈયાર કરવામાં ખૂબ ખર્ચ કરવો પડે છે એની સરખામણીમાં ફેરી સર્વિસ સસ્તી અને ટકાઉ રહે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...