Homeજાણવા જેવુંમુકેશ અંબાણીનો પરિવાર એન્ટાલિયાના 27મા માળે જ કેમ રહે છે - જાણો...

મુકેશ અંબાણીનો પરિવાર એન્ટાલિયાના 27મા માળે જ કેમ રહે છે – જાણો ખૂબ જ રસપ્રદ કારણ

-

અશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણીનો પરિવાર એન્ટાલિયાના 27મા માળે જ કેમ રહે છે, કારણ છે ખૂબ જ રસપ્રદ – why mukesh ambani family live on 27th floor in antilia

શું તમે જાણો છો કે એશિયાના સૌથી ધનિક લોકો ક્યાં રહે છે? તેઓ કઈ બિલ્ડિંગમાં રહે છે? તે કયા ફ્લોર પર રહે છે? તેમના ઘરમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે? જો તમે નથી જાણતા તો ચાલો આજે તમને આ વ્યક્તિ અને તેના રહેઠાણ વિશે જણાવીશું. આજે તમે જે વ્યક્તિના ઘર વિશે જાણવા જઈ રહ્યા છે તેમનું નામ છે મુકેશ અંબાણી. એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નામ વિશ્વના 10 સૌથી ધનિક લોકોની યાદીમાં છે. મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈના અલ્ટ્રામાઉન્ટ રોડ પર એન્ટાલિયા નામના આલીશાન મહેલમાં રહે છે.

why mukesh ambani family live on 27th floor in antilia
why mukesh ambani family live on 27th floor in antilia | image credit : allindiaroundup.com

એન્ટાલિયામાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ પુત્રવધૂ શ્લોકા મહેતા અને નાનો પુત્ર અનંત અંબાણી સાથે રહે છે. લંડનના બકિંગહામ પેલેસ પછી તે વિશ્વનું બીજું સૌથી મોંઘું ઘર છે. મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમના પરિવાર સાથે એન્ટાલિયાના 27માં માળે રહે છે. ત્યારે તમારા મનમાં આ પ્રશ્ન થતો હશે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેક 27મા માળે જ કેમ રહે છે? તેની પાછળ પણ એક ખૂબ જ રસપ્રદ કહાની છે.

જાણો મુકેશ અંબાણીનો પરિવાર એન્ટાલિયાના 27મા માળે જ કેમ રહે છે – why mukesh ambani family live on 27th floor in antilia

બિઝનેસ ઈનસાઈડરના એક અહેવાલ મુજબ, જ્યારે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે 27મા માળે કેમ રહો છો તો નીતા અંબાણીએ કહ્યું કે 27મા માળે જવા પાછળનું સૌથી મોટું કારણ ‘સુર્યનો પ્રકાશ’ હતો. વાસ્તવમાં, નીતા અંબાણી ઈચ્છતા હતા કે તેમના પરિવારના સભ્યો જ્યાં પણ રહે તેમના બધા રૂમમાં સૂર્યના કિરણો પોતાનો પ્રકાશ ફેલાવે. આ કારણથી નીતા અંબાણીએ રહેવા માટે 27મો માળ પસંદ કર્યો.

why mukesh ambani family live on 27th floor in antilia
why mukesh ambani family live on 27th floor in antilia | image credit : quora.com

તમને જણાવી દઈએ કે 27મા માળની સુરક્ષા એટલી કડક છે કે ત્યાં માત્ર અંબાણી પરિવારના નજીકના લોકોને જ જવા દેવામાં આવે છે. તેમાં કોઈ શંકા નથી કે અંબાણી પરિવારમાં દરેક વ્યક્તિ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી અને ખૂબ જ રોયલ લાઈફ જીવે છે. તમને જાણીને પણ નવાઈ લાગશે કે એન્ટાલિયામાં કુલ 600 લોકો અંબાણી પરિવારની સેવા કરવા માટે કામ કરે છે.

why mukesh ambani family live on 27th floor in antilia
why mukesh ambani family live on 27th floor in antilia | image credit : huffpost.com

એન્ટાલિયામાં કામ કરતા તમામ લોકોને વ્યાજબી પગાર મળે છે. તમે આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે અંબાણી મેન્શનમાં કામ કરતા સ્ટાફના બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે. બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ અનુસાર, જ્યારે નીતા અંબાણીને તેમના સ્ટાફના પગાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમારા તમામ સ્ટાફને તેમના કાર્યક્ષમતા પ્રમાણે પગાર આપવામાં આવે છે.

ગુજરાતીમાં જાણવા જેવું – આ છે દુનિયાનું સૌથી ઉદાસ ગીત, જેને સાંભળતા જ આત્મહત્યા કરી લે છે લોકો – જાણો

Must Read