Homeજાણવા જેવુંજાણો - ટોયલેટ પેપર હંમેશા સફેદ જ શા માટે હોય છે

જાણો – ટોયલેટ પેપર હંમેશા સફેદ જ શા માટે હોય છે

-

ક્યારેય વિચાર્યું છે કે ટોયલેટ પેપર સફેદ જ શા માટે હોય છે?

ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટોયલેટ પેપર હંમેશા સફેદ જ કેમ હોય છે(Why is Toilet Paper Always White)? ટીશ્યુ પેપર ભલે જ પ્રિન્ટેડ અને રંગબેરંગી આવતા હોય, પરંતુ ટોઇલેટ પેપર હંમેશા સફેદ રહે છે.

પશ્ચિમી દેશોની સરખામણીમાં ભલે આપણા દેશમાં ટોઇલેટ પેપરનો ઉપયોગ ઘણો ઓછો હોય, પરંતુ ધીમે ધીમે તેનો ઉપયોગ વધી રહ્યો છે. અગાઉ કાગળના ટીશ્યુ ફક્ત હોટલના વોશરૂમમાં જ જોવા મળતા હતા, પરંતુ હવે તે ઓફિસો અને ઘણા ઘરોમાં પણ જોરદાર રીતે ઉપયોગમાં લેવાય રહ્યા છે.

આ છે કારણ – This is the reason of why toilet paper is always white

ટોયલેટ પેપર હંમેશા સફેદ જ કેમ હોય છે (Why is Toilet Paper Always White) તેની પાછળ કોઈ નિયમ નથી, પરંતુ આવું થવા પાછળનું કારણ વૈજ્ઞાનિક અને વ્યવસાયિક છે. આ ઉપરાંત પર્યાવરણની સુરક્ષા માટે ટોયલેટ પેપરનો રંગ સફેદ રાખવામાં આવ્યો છે. આના કારણો વિશે વાત કરીએ તો બ્લીચ વગરના કાગળનો રંગ ભૂરો હોય છે. બ્લીચ કરીને તેને સફેદ બનાવવામાં આવે છે. ભૂરા રંગને રંગવા કરતા બ્લીચ કરવામાં ઓછો ખર્ચ થાય છે. એટલા માટે ટોઇલેટ પેપરના ભાવ નિયંત્રણમાં રાખવા માટે કંપનીઓ તેને સફેદ રાખે છે.

Why is Toilet Paper Always White
Why is Toilet Paper Always White

અહેવાલ મુજબ

પર્યાવરણની દ્રષ્ટિકોણથી જોઈએ તો સફેદ ટોઇલેટ પેપર રંગીન કાગળ કરતાં વધુ ઝડપથી વિઘટિત થશે, એટલા માટે તેનો રંગ સફેદ રાખવો વધુ સારું છે. તેમજ સફેદ કાગળના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા નથી એટલા માટે ડોક્ટરો પણ સફેદ ટોયલેટ પેપરને વધુ સારું માને છે.

કેટલીક કંપનીઓએ કર્યો ઉપયોગ

ટોઈલેટ પેપર સફેદ રાખવા પાછળ આટલું મહત્વનું કારણ હોવા છતાં કેટલીક કંપનીઓએ રંગીન કે પ્રિન્ટેડ ટોઈલેટ પેપર બનાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આવા પેપર ચાલી નથી શક્યા. વિશ્વના લગભગ તમામ દેશોમાં માત્ર સફેદ રંગના ટોયલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતીમાં જાણવા જેવું – જુઓ viral video – ડીજે માટે પોલીસવાળા સામે દલીલ કરવા લાગ્યો માત્ર 6 વર્ષનો ટેણીયો

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....