Homeસ્પોર્ટ્સશિખર ધવન ટી-20 વર્લ્ડ કપની ટીમમાં કેમ શામેલ નથી ? જાણો કારણ

શિખર ધવન ટી-20 વર્લ્ડ કપની ટીમમાં કેમ શામેલ નથી ? જાણો કારણ

-

Why is Shikhar Dhawan not included in the T20 World Cup Cricket Team 
  • Shikhar Dhawan T-20 વર્લ્ડ કપની ટીમમાં કેમ શામેલ નથી ? જાણો તેની પાછળનું કારણ

Sports News: ટી 20 વર્લ્ડ કપ 2021 ( T-20 World Cup 2021) માટે 15 સભ્યોની ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી છે. અનુભવી ઓપનર શિખર ધવનને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. તાજેતરના શ્રીલંકા પ્રવાસ (Shri Lanka Tour) પર ભારતીય ટીમની આગેવાની ધવને કરી હતી. ઉપરાંત, ધવન IPL-14 (2021) ના પ્રથમ તબક્કામાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. ધવને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitols) માટે આઠ મેચમાં 54.28 ની સરેરાશ અને 134.27 ની સ્ટ્રાઇક રેટથી 380 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમને ત્રણ અર્ધસદીઓ મારી છે અને તેનો બેસ્ટ સ્કોર 92 રન છે. આવી સ્થિતિમાં તેની ટીમમાં પસંદગી ન થવાથી ચર્ચાનો વિષય રહે છે.

શિખર ધવન માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ હતું. કેએલ રાહુલ અને રોહિત શર્મા (Rahul and Rohit Shrama) આવા નામ છે, જે શાનદાર શરૂઆત આપી રહ્યા છે. રાહુલ જે શાનદાર ઓપનીંગ આપતા આવ્યા છે એવામાં એમને નીચે ધકેલવા બરાબર ન ગણાત. જો ટી -20 વર્લ્ડ કપ એશિયાની બહાર યોજાયો હોત, તો કદાચ ધવન અનુભવી ઓપનર તરીકે તેના વિશાળ અનુભવ સાથે ટીમમાં જોડાયો હોત.

જો રોહિત અને રાહુલ ઈજાગ્રસ્ત થાય તો ટીમ મેનેજમેન્ટ ઈશાન કિશન અથવા સૂર્યકુમાર યાદવને ઓપનીંગ માટે કહી શકે છે. સૂર્યકુમારે અવારનવાર નંબર 3 પર બેટિંગ કરી છે, જ્યારે કિશને તેની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) માટે ઇનિંગની ઓપનીંગ કરી છે. આ સિવાય ટીમ પાસે કેપ્ટન વિરાટ કોહલીનો વિકલ્પ પણ છે, જેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ઘણી વખત ઓપનીંગ કરી છે.

વનડેની (One Day) જેમ ધવન પણ ટી 20 મેચમાં પોતાની ઇનિંગને આગળ ધપાવે છે. તેને રમતની શરૂઆતની ઓવર્સ કાળજીપૂર્વક રમવાનું પસંદ છે, જેના કારણે તેનો સ્ટ્રાઇક રેટ થોડો ઓછો રહે છે. આ પદ્ધતિ 50 ઓવરની રમત માટે યોગ્ય છે, પરંતુ 20 ઓવર ફોર્મેટ માટે યોગ્ય નથી. જો કે, દિલ્હી કેપિટલ્સના આ ઓપનરે તેની ઓપનિંગ ગતિમાં સુધારો કર્યો છે અને તેના સ્ટ્રાઇક રેટમાં પણ વધારો કર્યો છે.

મોટા ભાગે, ધવન હવે ભારત માટે વનડે ક્રિકેટ સુધી સીમિત રહી શકે છે. જો ટી 20 વર્લ્ડ કપમાં પસંદગી પામેલા ઓપનરો નિષ્ફળ જાય, તો સિલેક્ટર અન્ય ફ્રેશ ચહેરાઓને (દેવદત્ત પડિકલ જેવા) તક આપવાનું પસંદ કરશે. જો કે, ધવન તેના દિલ્હી કેપિટલ્સના સાથી ખેલાડી રવિચંદ્રન અશ્વિન પાસેથી પ્રેરણા લઈ શકે છે, જે ચાર વર્ષ પછી ટી 20 ટીમમાં પરત ફર્યો છે.

Must Read