Monday, May 16, 2022

કીડીઓના દાંત અત્યંત મજબૂત કેમ હોય છે ? વૈજ્ઞાનિક કારણ જાણો…

Science news in Gujarati.

  • કીડીઓના અત્યંત મજબૂત દાંત પાછળનું રહસ્ય શું છે ?

કદમાં ખૂબ જ નાના અને મજબૂત હોય તેવા ઉપકરણો બનાવવાની જરૂરિયાતને જોતા વૈજ્ઞાનિકોએ કીડીના દાંતનો અભ્યાસ કર્યો છે. કીડીના દાંત કદમાં ખૂબ નાના હોવા છતાં ખૂબ જ મજબૂત અને તીક્ષ્ણ હોય છે. તેઓ માનવ વાળ કરતાં પાતળા હોય છે, પરંતુ અત્યંત નાના દાંત તેમની તમામ શક્તિથી મજબૂત પાંદડા કાપી શકે છે.

વૈજ્ઞાનિકોએ ઇમેજિંગ પરથી શોધી કાઢ્યું કે નાના જીવો ઝીંક અણુઓનો ઉપયોગ તેમના સૂક્ષ્મ દાંત અથવા અન્ય વસ્તુઓને શાર્પ કરવા માટે કરે છે. ઝીંકના અણુ કીડીના દાંતને સખત અને તીક્ષ્ણ બનાવે છે. આ કોઈ વસ્તુ કરડવા માટે એમની મદદ કરે છે. તમે અનુભવ કર્યો જ હશે કે કીડીઓ તમને કેટલી સખત કરડે છે.

ટેક એક્સપ્લોરિસ્ટના સમાચારો અનુસાર, પોકેટ સાઇઝના ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટે વૈજ્ઞાનિકો પ્રકૃતિ સાથે જોડાયેલી આ બાબતો પર સંશોધન કરી રહ્યા છે. તે આશ્ચર્યજનક છે કે ખૂબ જ નાના જીવોના જડબાં અને દાંત ખૂબ સખત અને મજબૂત છે. કીડીના દાંતને મેન્ડીબ્યુલર દાંત પણ કહેવામાં આવે છે.

આવા સજીવોના જડબાં ચોક્કસ પ્રોટીન અને પોલિસેકરાઇડ પોલિમર કાઈટિનથી બનેલા હોય છે. અને આ હાઇડ્રોજન બોન્ડ્સ દ્વારા કિટિન માઇક્રોફાઇબ્રીલ્સ પેદા કરવા માટે જોડાયેલા છે.

આ બાબત સંશોધનમાં બહાર આવી છે
ઇજનેરો આ જૈવિક યુક્તિથી મદદ મેળવી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે 8 ટકા ઝીંક મળી આવે છે, ત્યારે કાઈટિન ખૂબ જ સખત બની જાય છે, જે કીડીના દાંત જેવી તીક્ષ્ણ અને ટકાઉ રચનાઓ બનાવે છે. ઓરેગોન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમે કીડીના દાંત પર સંશોધન કર્યું કે તે કેવી રીતે કામ કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે કુદરત પાસેથી શીખીને કઈ રીતે વસ્તુઓને મજબૂત અને નુકસાન પ્રતિરોધક બનાવી શકાય છે.

- Advertisment -

Must Read

viral video ncp woker slap bjp leader vinayak ambekar in maharashtra

લાફો ઝીંક્યો: NCP કાર્યકરે ભાજપ નેતાની ઓફિસમાં જઈ ચોડી દિધો ફડાકો,...

Viral Video Gujarati News : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યકરોએ રવિવારે પાર્ટીના વડા શરદ પવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા ...