Homeઆંતરરાષ્ટ્રીયકોણ છે કાબુલ બ્લાસ્ટનું જવાબદાર ISIS-K ?

કોણ છે કાબુલ બ્લાસ્ટનું જવાબદાર ISIS-K ?

-

ISIS-K અને તાલિબાન એક બીજાના કટ્ટર દુશ્મન છે. ગત સપ્તાહમાં તાલિબાનએ SIS-K એ એક કમાન્ડર કે જે જેલમાં કેદ હતો તેની કાબુલમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ આતંકી જૂથ વિશે કહેવાય છે કે આ તાલીબાનની જેમ કટ્ટરપંથી નથી. બંને વિદ્રોહી જૂથ અફઘાનિસ્તાનમાં કબ્જો કરવા બાબતે પણ કેટલીક વખત ટકરાઈ ચૂક્યાં છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ પાસે ગુરૂવારે થયેલા આત્મઘાતી ડબલ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ISIS-K એ સ્વિકારી છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ બ્લાસ્ટમાં 60 લોકોના મોત થયા છે તો 13 કરતા વધારે અમેરિકાના સૈનિકો પણ મૃતકોની યાદીમાં સામેલ છે. જ્યારે 150 કરતા વધારે લોકો ઘાયલોની યાદીમાં છે. બની શકે છે કે મૃત્યુ આંક હજુ પણ વધે.

મહિલાને ચાબૂક ફટકાર્યા ! તાલિબાની આતંકનો અસલી ચહેરો સામે આવ્યો સામે

એવામાં સવાલ થાય છે કે પહેલેથી જ અફઘાનીસ્તાન એખ વિદ્રોહી જૂથથી પીડિત છે ત્યારે બીજુ આતંકી સંગઠન કેમ હુમલા કરવા લાગ્યું છે.  એક તરફ અફઘાનિસ્તાન યુદ્ધ ગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નથી નીકળુ ત્યા અન્ય આતંકીઓ મેદાને આવ્યા છે.

કોણ છે કાબુલ બ્લાસ્ટનું જવાબદાર ISIS-K

  • શું છે ISIS-K ?

આ આતંકવાદી જૂથ આઈ.એસ.આઈ.એસ.નું એક સહયોગી સંગઠન છે. આ સંગઠનની સ્થાપના વર્ષ 2015માં થઈ હતી. આઈ.એસ.આઈ.એસ. થી અલગ પડેલું આ જૂથ વધારે પડતું અફઘાનના પૂર્વ વિસ્તાર જેને ખુરાસાન પ્રાંત તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ફેલાયેલું છે. જેના કારણે જ તેને ISIS-K નામ મળ્યું છે. ખુરાસાન શબ્દ એક પ્રાચીન વિસ્તારના નામ પર આધારીત છે, જેમાં અગાઉ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાકના વિસ્તારો સામેલ હતા. હાલમાં આ વિસ્તાર અફઘાનિસ્તાન અને સીરીયા વચ્ચે આવેલ છે.

  • અમેરિકાના સૈનિકો પર કરી ચૂક્યું છે હુમલા

સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અનુસાર, ISIS-K એ વર્ષ 2015 થી 2017 ના ગાળામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં નાગરિકો પર 100 કરતા વધારે હુમલા કર્યા છે. આ સમયગાળા દરમિયાન અમેરિકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સૈનિકો પર લગભગ 250 હુમલા કરવામાં આવ્યા હતા. આ આતંકી સંગઠનની હાલની રણનીતી જોતા હુમલાની સંખ્યા વધે તેવી શક્યાતાઓ સેવાઈ રહી છે.

અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારની જાહેરાત, જાણો પ્રધાનમંત્રી કોણ

વર્ષ 2017માં એમેરિકાએ એક ચેતવણી આપતા ISIS-Kના પ્રભુત્વવાળા વિસ્તારોમાં એક મોટો બોમ્બ (જેને દરેક બોમ્બની મા તરીકે પણ ઓળખાય છે) તે મધર બોમ્બ નાખ્યો હતો. પરંતુ તેમાં જોઈએ તેવી સફળતા મળી હતી નહીં. હાલ જો ISIS-K ની વાત કરવામાં આવે તો તેની પાસે 2200 લડવૈયાઓ છે. અફઘાનિસ્તાનથી અમેરિકાના સૈનિકોના પરત જતા તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યાંના પણ અહેવાલ છે.

  • તાલિબાન સાથે શું છે સબંધ ?

ISIS-K અને તાલિબાન બંને એકબીજાના કટ્ટર દુશ્મન છે. ગત સપ્તાહમાં જ તાલિબાનએ SIS-K એ એક કમાન્ડર કે જે જેલમાં કેદ હતો તેની કાબુલમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ આતંકી જૂથ વિશે કહેવાય છે કે આ તાલીબાનની જેમ કટ્ટરપંથી નથી. બંને વિદ્રોહી જૂથ અફઘાનિસ્તાનમાં કબ્જો કરવા બાબતે પણ કેટલીક વખત ટકરાઈ ચૂક્યાં છે.

આ સંગઠનમાં જોડાયેલા લોકો આંતકવાદી સંગઠન અલકાયદાની વિચારધારા ધરાવે છે. જેને સીરીયાથી હેન્ડલ કરવામાં આવે છે. તાલિબાનને સૌથી વધારે ખતરો ISIS-K થી જ છે. ISIS-K તાલિબાનને ખદેડી મુકી અફઘાનિસ્તાનમાં પ્રભુત્વ જમાવવા માંગે છે. કાબુલમાં વિસ્ફોટ કરી તે તાલિબાનમાં ભય પેદા કરી પોતાનો પ્રસાર કરવા માંગે છે.

Must Read