અલપા શાહ (મુંબઈ, મલાડ) : આજની યુવાપેઢી well educated , સ્વછંદી, પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગાયેલી , સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ નહીં રાખવો આવા વિચારોવાળી છે. આજની પેઢીને તો નસીબજોગે મા – બાપ પણ ભણેલા મળ્યા છે તો પછી કોણ જાણે કેમ એ લોકો આપણી સાથે કે આપણે એમની સાથે તાલમેલ જ નથી બેસાડી શકતા.
આજના યુગમાં મા-બાપનું ફોકસ પોતાના છોકરાઓ છે. આપણા જીવનનું goal પોતાના છોકરાઓ ની ખુશી, એ લોકોને ખૂબજ ભણાવવા , એ લોકોને લેટેસ્ટ સુવિધાઓ આપવી આ બધું છે . તેમ છતાં આજની પેઢી ક્યાં જઈ રહી છે.
લેટેસ્ટ સાધનો અને સુવિધાઓ ના લીધે , મોબાઈલ, ઈન્ટરનેટ , લેટેસ્ટ એપ ના લીધે એ લોકોના દિમાગ ઘણા તેજ છે પણ શું એ લોકો આ બધી સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે ? એ લોકોની માનસિકતા શું યોગ્ય દિશામાં જઈ રહી છે . ચાલો વિચારીએ.
આજના છોકરાઓ ઊંઘમાંથી ઊઠીને મોબાઈલ લઈને બેસી જાય છે. પાર્ટી કરવી , ડ્રીંક કરવું , સ્મોક કરવું , મોજ મજા કરવી આ જ તેમના જીવનનો ફંડા છે . Highly educated generation એટલે પોતાની જાતને કાંઈક અલગ પુરવાર કરવા મહેનત પણ કરે છે .પણ અમને અમારી રીતે જીવવાનો હક છે , આ વિચારો લઈને જીવે છે.
આજની પેઢી ટી.વી જોવાને બદલે web series જુવે છે . એમાં બોલાતી ભાષા અને એમાં બતાવાતી life style ના લીધે એ લોકો એકદમ સ્વછંદી બની ગયા છે .સંસ્કારોને નેવે મૂકીને એ લોકો માટે જીવનમાં દરેક શોખ પૂરા કરવા એ જીવનમંત્ર બની ગયો છે. એકવાર કરવામાં શું જાય છે એમ કરી વ્યસન ની લત લાગી જાય છે. આપણી આંખ સામે એ લોકો વિનાશની ખાઈમાં ધકેલાઈ રહ્યા છે છતાં આપણી વિવશતા કે આપણે કાંઈ નથી કરી શકતા .
આપણા જમાનામાં છોકરું કોઈ ગલત આદતનો શિકાર બને ને તો પપ્પા ના એક લાફા થી આદત છૂટી જતી . જ્યારે આજે આપણે નવી પેઢીને એ લોકોની ભૂલ પર કાંઈ બોલી નથી શકતા . કારણકે બોલશું તો ઘર છોડીને જતા રહેશે કે suicide કરશે એ ડર આપણને પેસી ગયો છે. લીવઈન રીલેશન માં માનવાવાળી આ પેઢી સાથે આપણે ભણેલા હોવા છતાં generation gap આવી ગયો છે. આપણે જ એ લોકોને નાનપણથી જ વધારે પડતું મહત્વ આપ્યું છે .તેઓની દરેક ઈચ્છાઓ પૂરી કરી છે એટલે જ કદાચ એ લોકો આવા બની ગયા છે. ઉદ્ભટ વસ્ત્રો પહેરવા , વિજાતીય સંબંધો માં છૂટછાટ , ના ફાવે તો લગ્નનું બંધન પણ તોડી નાખવું આ બધું સહજ છે એ પેઢીમાં. આપણે એમને નિષ્ફળતા નો સ્વાદ ચાખવા જ નથી દીધો.સહનશક્તિ તો બિલકુલ જ નથી આ પેઢીમાં. મા – બાપ ને પણ સામે બોલતા અચકાતા નથી આ લોકો. તેઓ પોતાની મરજી વિરુદ્ધ કાંઈ પણ સહન નથી કરી શકતા.
આપણે બધા ભિષ્મપિતામહ ની જેમ કેમ વિવશ બની ગયા છીએ .આપણે એમના મા – બાપ બની એ લોકોને સાચું ભાન કે સાચું જ્ઞાન નહિ આપીએ તો કદાચ એ લોકોનું ભાવિ કેવું હશે એ વિચારી જોજો ? શું આ પેઢીને રોકવાની જરૂર નથી? આ બધું જ એમને વિનાશ ની ખાઈમાં ધકેલે છે .તો જાગો નહિ તો ભારતીય સંસ્કૃતિ નો વિનાશ ચોક્કસ છે .