Monday, May 16, 2022

ડિજિટલ રૂપી શું છે ? ફાયદા અને મહત્વની વાત સાથે ક્યારે લોન્ચ થશે ? જાણો વિશેષ અહેવાલમાં

Digital Rupee Currency Gujarati News : ગત અઠવાડિયે નાણામંત્રી નિર્મલા સિતારણે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં જ સેન્ટ્રલ બેંક સમર્થિત ડિજિટલ રૂપિયો (Digital Rupee) રજૂ કરવામાં આવશે. તેમણે ડિજિટલ રૂપિયો (Currency) વર્ષ 2023 સુધીમાં લોન્ચ (Launch 2023) થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

What is Digital Rupee ?

ટુંકમાં દેશમાં વર્ષ 2023 સુધીમાં સત્તાવાર રીતે ડિજિટલ કરન્સી લોન્ચ થઈ શકે છે. હાલમાં કેટલીક ખાનગી કંપનીઓ પોતાના ડિજિટલ વૉલેટ (Digital Wallet) બનાવી ગ્રાહકોને સેવા પુરી પાડી રહ્યા છે. ભારત સરકારનો ડિજિટલ રૂપિયો પણ આવા જ ઈલેક્ટ્રોનિક વૉલેટ જેવો હશે તેવી ચર્ચાઓ છે. પણ મહત્વની વાત છે કે ભારત સરકારના આ ડિજિટલ રૂપિયામાં ગ્રાહકોને ગેરેંટી પણ મળી રહેશે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Digital Rupee Currency ડિજિટલ રૂપી શું છે ? ફાયદા અને Launch ક્યારે થશે ?

કેટલાક અહેવાલોમાં સુત્રોને ટાંકીને જણાવ્યું છે કે, રિઝર્વ બેંક દ્વારા ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે તેને ભારતીય ચલણની માફક યુનિક નંબરથી સજ્જ કરવામાં આવશે. ટુંકમાં આ કરન્સી ફ્લેટ કરન્સી જેવી જ હશે પણ તે ડિજિટલ સ્વરૂપે હશે. સરકાર જો પ્રકારની કરન્સી બહાર પાડે તો તે ગેરેન્ટી વાળું ડિજિટલ વૉલેટ હશે.

When Digital Rupee launch ?

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, સેન્ટ્રલ બેંકે સંકેત આપ્યા છે કે નાણાકીય વર્ષના અંત સુધીમાં ડિજિટલ રૂપી તૈયાર થઈ જાય તેમ છે. સાથે જ આ કરન્સી બ્લોકચેનના તમામ વ્યવહારોને શોધી શકાય તેવા હશે. જ્યારે હાલની કેટલીક કંપનીઓના મોબાઈલ વૉલેટમાં આ સિસ્ટમ જોવા મળતી નથી.

How to use digital currency ?

હાલ ખાનગી કંપનીઓના ડિજિટલ વૉલેટ્સ દ્વાર લોકો પોતાના વ્યવહારો કરે છે, જેમાં લોકો ખાનગી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કરતા હોય છે. આ રકમ કંપની પાસે રહે છે અને તેઓ કોઈ પણ વેપારી કે દુકાનદારને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરતા હોય છે.

માનવામાં આવે છે કે ભારતના ડિજિટલ ચલણમાં લોકોની કરન્સી ફોનમાં હશે જે કેન્દ્રિય બેંક પાસે હશે. જે ગ્રાહક ચૂકવણી કરવા માટે ઉપયોગમાં લઈ શકશે. તેમજ આ સાથે જ સરકારની જવાબદારી પણ હશે.

- Advertisment -

Must Read

chor aunty viral video on social media thieving mobile phone cctv video gujarati

ચોર આંટીનો વાયરલ વિડીયો: ભેજાબાજ ચોરની કરતૂત થઈ કેમેરામાં કેદ

Chor Aunty Viral Video ચોર આંટી વાઇરલ વિડિયો: ચોરી કરતા ચોર પાસે અલગ જ પ્રકારની હિંમત હોય છે....