Homeગુજરાતમોરબીભેજબાજ કારખાનેદારે આ રીતે કરી વીજ ચોરી; રૂ. 80 લાખની વીજચોરીનો પર્દાફાશ:...

ભેજબાજ કારખાનેદારે આ રીતે કરી વીજ ચોરી; રૂ. 80 લાખની વીજચોરીનો પર્દાફાશ: વાંકાનેર

-

વાંકાનેર ન્યુઝ : વાંકાનેર (Wankaner)ના પંચાસીયા ગામમાંથી એક કારખાનામાંથી રૂપિયા 80 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે. જી.યુ.વી.એન.એલ.ની વિજિલન્સ દ્વારા દરોડો કરી ચેકિંગ કરવામાં આવતા કારખાનમાં થતી વીજચોરીનો પર્દાફાશ થયો છે.

વડોદરા (Vadodara) ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (GUVNL)ની વિજિલન્સ ટીમે વાંકાનેરના પંચાસીય ગામ ખાતે “પટેલ ફ્યુઅલ”માં દરોડો કર્યો હતો. પટેલ ફ્યુઅલ નામના કારખાનમાં દરોડો કરી મોટા પાયે વીજચોરીનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મજુબ ચેકિંગ દરમિયાન 90 હોર્સ પાવરના વીજ જોડાણમાં ટ્રાન્સફોર્મરથી સીધા જ કેબલ ફીટ કરી બાયપાસ કરી વીજળી ચોરી થતી હતી. દરોડા દરમિયાન સ્થાનીક નાયબ ઈજનેર સહિતના અધિકારીઓને હાજર રહ્યાં હતા.

વાંકાનેરના સ્થાનીક નાયબ ઈજનેર દ્વારા વીજચોરી પકડાયા બાદ રૂપિયા 80 લાખનું બીલ બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજાવડલા ગામ પાસેથી પણ બે કારખાનામાંથી રૂપિયા 1 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. સ્થાનિકોમાં ગણગણાટ છે કે ઉપરથી જ્યાં સુધી ટીમ ન આવે ત્યાં સુધી આ વીજચોરીઓ સ્થાનિક તંત્ર દ્વારા કેમ નથી પકડાતી તે પણ શંકાસ્પદ બાબત છે.

વધુ વાંચો- સાહેબ અમે કોઈને નથી નડતા, અમને ધંધો કરવા દો: મોરબીના ફેરિયાની રજૂઆત

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...