HomeગુજરાતVNSGU - આ યુનિવર્સિટીમાં હવે થઇ શકશે હિંદુ ધર્મ પર અભ્યાસ...

VNSGU – આ યુનિવર્સિટીમાં હવે થઇ શકશે હિંદુ ધર્મ પર અભ્યાસ…

-

VNSGU – ગુજરાતની આ યુનિવર્સિટીમાં થશે હિંદુ ધર્મનો અભ્યાસ. આર્ટસ ફેકલ્ટીમાં વિષય તરીકે કરવામાં આવ્યો સમાવેશ.

અહેવાલ – ફૈઝલ, તા.11 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ( VNSGU ) વર્ષ 2022-23ના નવા શૈક્ષણિક સત્રથી હિંદુ ધર્મના વિષય પર અનુસ્નાતક થવાનો નવો અભ્યાસક્રમ શરૂ કર્યો છે.આગામી દિવસમાં યુનિવર્સિટી અભ્યાસક્રમ શું રાખવો અને અભ્યાસક્રમની સામગ્રી માટેની તૈયારીઓ શરૂ કરશે.

સુરતની વીર નર્મદ યુનિવર્સિટી રાજ્યની એવી પ્રથમ યુનિવર્સિટી બનશે જેમાં હિંદુ ધર્મ પર અનુસ્નાતક થવાશે. આવનાર વર્ષ 2022-23ના નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ હિંદુ ધર્મ પર અનુસ્નાતક કરી શકશે. યુનિવર્સીટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિંદુ અભ્યાસ પર બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે. બે વર્ષનો હિંદુ અભ્યાસક્રમ હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 2021-22થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં શરૂ કરવામા આવ્યો હતો. જેના સંદર્ભે VNSGU માં પણ અભ્યાસ શરૂ થશે. આગામી દિવસોમાં યુનિવર્સિટી અભ્યાસક્રમ અને અભ્યાસક્રમની સામગ્રી તૈયાર કરશે.

યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ તૈયાર કરવા માટે યુનિવર્સિટીના સત્તાધીશો સંતોની પણ સહાય લઈ શકે છે. ડિપ્લોમાં કોર્સ માટે અલગ માળખું અને સામગ્રી તૈયાર કરાશે. હિંદુ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટીની પણ નિમણૂંક કરાશે, વિદ્યાર્થીઓ હિંદુ ધર્મના વાસ્તવિક ખ્યાલને સમજી શકે,અને હિન્દુ ધર્મ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Must Read