Homeગુજરાતરાજકોટવિરપુરના પીઠડીયા ટોલ ટેક્સ ઉપર મારામારીનો બનાવ હત્યામાં પલટાયો

વિરપુરના પીઠડીયા ટોલ ટેક્સ ઉપર મારામારીનો બનાવ હત્યામાં પલટાયો

-

સુરેશ ભાલીયા, વિરપુર : દસ દિવસ પૂર્વે પીઠડીયા ટોલ પ્લાઝાએ પાણી વેંચવા જેવી સામાન્ય બાબતે એક ફેરીયાઓ બીજા ફેરીયાના માથાના ભાગે લોખંડની પ્લેટ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોડવાના બનાવમાં ઇજાગ્રસ્તનું મોત થતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો.

પીઠડીયા ટોલ પ્લાઝા (Pithadiya Tall Plaza)એ પાણીની બોટલનું વેંચાણ કરતા ફેરીયાઓમાં પપ્પુભાઈ બારૈયા નામના ફેરીયાને દોઢેક મહિના પૂર્વે ગૌરીબેન ભરતભાઇ કોળી નામની મહિલા સાથે પાણીની બોટલ વેંચવા બાબતે માથાકૂટ થઈ હતી. તેનો ખાર રાખી ગૌરીબેનના પુત્ર અર્જુને ગત ૨૮ જુનના રોજ પપ્પુભાઈ ટોલ પ્લાઝાએ ફેરી કરતા હતાં ત્યારે ત્યાં આવીને લોખંડની પાટાની પ્લેટ વડે પપ્પુભાઈનો જીવ જ લેવો હોય તે રીતે હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં પપ્પુભાઈને સારવાર માટે ખસેડયા હતાં. જ્યાં તેઓ કોમામાં સરી પડતાં તેઓને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતાં જ્યાં દસ દિવસની સારવાર કારગત ન નિવેડતાં વહેલી સવારે પપ્પુભાઈનું મોત નીપજ્યું હતું

virpur jalaram pithadiya tall plaza crime news in gujarati

ઇજાગ્રસ્તનું મોત નિપજતાં આરોપી અર્જુન સામે પપ્પુભાઈની પત્નીએ હુમલાની ફરીયાદ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો. આરોપી સામે વીરપુર પોલીસે નોંધેલ આઈપીસી ૩૨૩, ૩૨૫ અને જીપી એક્ટ ૧૩૫ હેઠળમાં આઈપીસી ૩૦૨ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો- જેતપુરમાંથી 65 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ

વધુ વાંચો- જેતલસર નજીકના રેલવેપુલ પરથી કાર નીચે ખાબકતા ચાલકનું મૃત્યુ : મહિલા ગંભીર

Must Read