Homeગુજરાતરાજકોટયાત્રાધામ વીરપુરમાં ખેડૂતોએ બળદ ગાડા તેમજ ખેતરમાં તિરંગો લહેરાવ્યો

યાત્રાધામ વીરપુરમાં ખેડૂતોએ બળદ ગાડા તેમજ ખેતરમાં તિરંગો લહેરાવ્યો

-

સુરેશ ભાલીયા Virpur News : સમગ્ર દેશમાં સરકાર દ્વારા આઝાદી ક અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) તા.૧૩ થી લઈને ૧૫ ઓગસ્ટ સુધી શરૂ કરાયું છે. જેને લઈને દેશભરમાં દેશની આન બાન શાન તિરંગાને સરકારી ઓફિસોથી લઈને ખાનગી ઓફિસો તેમજ લોકો પોતાના ઘર, એપાર્ટમેન્ટમાં લહેરાવી રહ્યાં છે.

હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) અંતર્ગત દેશમાં સંસ્થાઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલીઓ યોજી હરઘર તિરંગા અભિયાનમાં જોડાય રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ખેડૂતો પણ સરકારના હરઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા,ખેડૂતોએ પોતાના બળદ ગાડામાં તેમજ ખેતરોમાં વાવેલાં પાક વચ્ચે “ભારત માતા કી જય” વંદે માતરમ” ના નારા સાથે દેશની આન, બાન,શાન એવા તિરંગા લહેરાવ્યાં હતા,ખેડૂતો એ જણાવ્યું હતું કે સમગ્ર દેશના લોકો હરઘર તિરંગા અભિયાનમાં જોડાય રહ્યાં છે.

વધુ વાંચો- આગામી 2 દિવસ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદીની આગાહી

ખેડૂતોએ પણ આ અભિયાન અંતર્ગત જોડાયને તિરંગા લહેરાવ્યો હતો, ખેડૂતોએ સમગ્ર દેશના લોકોને અપીલ સાથે સંદેશો પણ આપ્યો હતો કે તમે જ્યારે પણ તિરંગો લહેરાવો ત્યારે તે તિરંગાનું અપમાન ન થાય અને તે તિરંગાની શાન જળવાય તે રીતે લહેરાવો જોઈએ.

વધુ વાંચો- લોધીકામાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ: રાજકોટ

Must Read