આજના સમાચાર, Viral Videos Today, News.Gujarati : પંજાબ Punjab ના જાલંધરમાં સોમવારે સાંજે એક કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો કથિત વિડીયો Video વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ગોળી વાગતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે સ્ટેડિયમમાં રમાઈ રહેલી કબડ્ડી ટૂર્નામેન્ટની મેચ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ ફાયરિંગમાં કબડ્ડી ટીમના ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ઘણી ગોળીઓ વાગી હતી. આ જોઈને દર્શકોમાં નાસભાગ મચી ગઈ હતી. કોઈ સમજે તે પહેલા ગોળીબાર કરનારા બદમાશો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હતા.જૂઓ વિડીયો- લાશને બેઠી કરવા પોસ્ટમોર્ટમ રૂમ પર જઈ ધમપછાડા કરતા વીડિયો વાયરલ
Viral Videos Today વીડિયો- કબડ્ડી ખેલાડી પર ભરચક મેદાનમાં ઘાણીફૂટ ફાયરિંગ કરી હત્યા
તે જ સમયે, સ્થળ પર હાજર લોકોએ તાકીદે ઘાયલ ખેલાડીને ફોર વ્હીલરમાં હોસ્પિટલ લઈ ગયા. જોકે, વધુ પડતું લોહી વહી જવાને કારણે રસ્તામાં જ તેનું મોત થયું હતું. બીજી તરફ, માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.