Homeવાયરલ ખબરડુબી રહેલા કાળીયારને બચાવવા હાથીએ શું કર્યુ જૂઓ/ Watch Video

ડુબી રહેલા કાળીયારને બચાવવા હાથીએ શું કર્યુ જૂઓ/ Watch Video

-

Viral Wildlife Video : સોશિયલ મીડિયા Social Media પર વાયરલ થઈ રહેલો એક વિડીયો લોકોના દિલ જીતી રહ્યો છે, જેમાં એક હાથીએ એક કાળીયારને ડૂબતા જોઈને તેની મદદ કરતો દેખાય છે. આ વીડિયો ગ્વાટેમાલાના પ્રાણી સંગ્રહાલય Zoo નો છે. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતી મારિયા ડિયાઝ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો અનુસાર, ગ્વાટેમાલા સિટીના લા ઓરોરા પ્રાણી સંગ્રહાલયમાં એશિયન હાથીએ કાળિયારને મુશ્કેલીમાં જોયો કે તરત જ હાથીએ મોટે-મોટેથી અવાજ કરવાનું શરૂ કરી દીધુ હતું.

વિડીયો Video માં, ઉશ્કેરાયેલા હાથીને Elephant મદદની ગુહાર લગાવતો અને તેની સુંંઢ પરેશાન કાળિયારની દિશામાં લઈ જતો જોઈ શકાય છે. હાથીના અવાજે ઝુ કીપર Zoo Keeper નું ધ્યાન ખેંચ્યું, જે પછી પાણી તરફ દોડ્યો અને ડરી ગયેલા કાળીયાર Deerને બચાવવા પાણીમાં કૂદી પડ્યો.

વિડીયો ક્લિપમાં કાળીયારના શિંગડા દેખાય છે, અને કાળીયાર બચવા માટે પ્રયાસ કરતું તરફડીયા મારતું જોઈ શકાય છે. બીજી તરફ હાથી પોતાની સુંઢ વડે જાનવર તરફ ઈશારો કરતા જોઈ શકાય છે. હાથી ફરી-ફરીને મોટા અવાજ કરી ઝુ કીપરની તરફ જૂએ છે. હાથી કાળીયારને બચાવવા કોઈ આવો તેમ કહેતો હોય તેમ ચારે તરફ જોઈ મદદની ગુહાર લગાવતો રહે છે અને કાળીયાર પાણીમાં તરફડીયા મારી રહ્યું છે.

ઝૂકીપરને ખ્યાલ પડતા તે તુરંત જ પાણીથી ભરેલા પૂલ તરફ દોડે છે અને તેમાં ડૂબકી મારે છે. ત્યારે પણ હાથી અવાજ કરી મદદ ગુહાર લગાવતો દેખાય છે. અંતે, ઝુ કીપરે કાળીયારના શિંગડા વડે પકડી બહાર નિકળવા મદદ કરે છે અને કાળીયાર બચી જાય છે.

ડુબી રહેલા કાળીયારને બચાવવા હાથીએ શું કર્યુ જૂઓ વિડીયોમાં – Viral WildLife Video

ઘટના બાદ, પ્રાણી સંગ્રહાલયે હાથી અને કાળિયાર બચાવવા માટે કૂદકો મારનાર એક કાર્યકરને પુરસ્કાર આપ્યો, ન્યૂઝવીકે સ્થાનિક મીડિયા આઉટલેટ guatemala.com ને ટાંકીને અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે. જેમાં જણાવાયુ છે કે પ્રાણી સંગ્રહાલયના કાર્યકરને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

દરમિયાન, મીડિયા આઉટલેટ્સ અનુસાર, હાથીઓ અત્યંત સંવેદનશીલ પ્રાણીઓ છે, જટિલ લાગણીઓ માટે સક્ષમ છે. એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે એશિયાઈ હાથીઓ ખાસ કરીને અન્ય પીડિત લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને તેઓ માનવોને અગાઉની પરિસ્થિતિઓ વિશે ચેતવણી આપવા માટે પણ જાણીતા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....