Monday, May 16, 2022

વોટર પાર્કમાં અકસ્માત, 30 ફૂટ ઊંચેથી નીચે પટકાયા 16 લોકો: Viral Video

Water slide accident video જકાર્તા : ઈન્ડોનેશિયા Indonesiaના કેન્જેરન પાર્ક Kenjeran Parkમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક મોટું વોટર સ્લાઈડર બે ભાગમાં તૂટીને જમીન પર પડ્યું. ડેઈલી સ્ટાર અનુસાર, વોટર સ્લાઈડમાં રહેલા લોકો દર્શકોની સામે 30 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા હતા. હચમચાવી મુકે તેવા આ અકસ્માતનો ભયાનક વિડીયો Horrible Video ફૂટેજ સોશિયલ મીડિયા Social Media પર વાયરલ થઈ રહ્યો છે. ખળભળાટ મચાવી દેતી અકસ્માતની ઘટના ગત 7 મેના રોજ બની હતી. જેમાં સૌ પ્રથમ વોટર સ્લાઈડની ટ્યુબનો એક ભાગ પડી રહ્યો છે. આ દ્રશ્ય જોઈ ગભરાયેલા દર્શકો બૂમો પાડી રહ્યા છે. બાદમાં વોટર સ્લાઈડ Water Slideમાં બેઠેલા લોકો ઊંચાઈ પરથી કોંક્રીટના ફ્લોર પર પટકાય છે.

વાયરલ વિડીયો Viral Video મામલે મળતી માહિતી મુજબ ઘટના સમયે આ વોટર સ્લાઈડમાં બેઠેલા 16 લોકોમાંથી 8 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકો હાડકામાં ગંભીર ઈજા અને તૂટી ગયા હોય ગંભીર રીતે ઈજાગ્રસ્થ થયા છે. ડેઈલી સ્ટારે Daily Star નામની ન્યૂઝ વેબસાઈટે અહેવાલ આપ્યો છે કે, આ વોટર પાર્ક સુરબ્યા શહેરમાં છે. જણાવાય રહ્યું છે કે આ દુર્ઘટના એટલા માટે થઈ છે કારણ કે, આ રાઈડ સમયની સાથે નબળી પડી ગઈ હતી.

અધિકારીઓએ સ્વીકાર્યું છે કે,  ઘટના સમયે સ્લાઇડમાં “વજનવાળા લોકો” હતા. વોટર પાર્કે માહિતી આપી છે કે તેની જાળવણીની તપાસ લગભગ 9 મહિના પહેલા કરવામાં આવી હતી.

આ ઘટના પછી, સુરબ્યા સિટીના ડેપ્યુટી મેયર, અરમુજીએ આ વિસ્તારના અન્ય તમામ એમ્યુઝમેન્ટ પાર્કનું નિરીક્ષણ કરવાનો આદેશ આપવો પડ્યો જેથી કરીને આવી બીજી ઘટનાને અટકાવી શકાય. મીડિયા અહેવાલો અનુસાર, ડેપ્યુટી મેયરે મનોરંજન પાર્કના માલિકોને યાદ અપાવ્યું છે કે તેઓએ જવાબદારી લેવી પડશે અને જરૂરી સુરક્ષા પગલાં લેવા પડશે જેથી કરીને અહીં મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

Viral Water Slide Video વોટર પાર્કમાં અકસ્માત 30 ફૂટ ઊંચેથી નીચે પટકાયા 16 લોકો – વિડીયો

ડેઇલી સ્ટારે અહેવાલ આપ્યો છે કે બીજી તરફ મેયર એરી કાહ્યાદીએ જણાવ્યું હતું કે સુરાબાયા Surabaya City Government શહેર સરકાર તમામ પીડિતોને આઘાતમાંથી સાજા થવામાં મદદ કરશે. જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને સહાય આપવામાં આવશે.”

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...