Homeવાયરલ ખબરજૂઓ વિડીયો- ટ્રકથી ચોરી થતા હતા EVM મશીન: અખિલેશ યાદવ

જૂઓ વિડીયો- ટ્રકથી ચોરી થતા હતા EVM મશીન: અખિલેશ યાદવ

-

વાયરલ વિડીયો Viral Video, યુપી ચૂંટણી – UP Election 2022 NEWS : ઉત્તર પ્રદેશ UP માં તાજેતરમાં યોજાયેલી (ચૂંટણી – Election) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો પડકાર આપનાર સમાજવાદી પાર્ટીએ આજે આરોપ EVM Allegation લગાવ્યો છે કે, વારાણસીમાં મતગણતરી કેન્દ્રોમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM લઈ જવામાં આવી રહ્યા છે. સરકાર પર “ચોરી”નો આરોપ લગાવતા તેમણે ધ્યાન દોર્યું કે, 2017માં લગભગ 50 સીટો પર ભાજપની જીતનું માર્જીન 5,000 વોટથી ઓછું હતું. જો કે, વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે EVMનો ઉપયોગ તાલીમ માટે કરવામાં આવી રહ્યો હતો, અને તેનો ઉપયોગ મતદાન માટે કરવામાં આવ્યો ન હતો.

“ચોક્કસ રાજકીય પક્ષો” પર “અફવાઓ ફેલાવવાનો” આરોપ લગાવતા, જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ EVM સી.આર.પી.એફ. દ્વારા કબજે કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે, અને સીસીટીવી દેખરેખ હેઠળ છે, જે તમામ રાજકીય પક્ષના લોકો જોઈ રહ્યા છીએ

જૂઓ વિડીયો–  ચાલુ યુધ્ધે યુક્રેની સૈનિકોએ કર્યા લગ્ન: રશિયા યુક્રેન યુધ્ધ

Viral Video વિડીયો- ટ્રકથી ચોરી થતા હતા EVM મશીન: અખિલેશ યાદવ

કથિત વિડીયોની પુષ્ટી સત્યમંથન દ્વારા કરવામાં નથી આવતી.

તેમણે કહ્યું, “મંડી ખાતે ખાદ્યપદાર્થોના ગોડાઉનમાં બનેલા અલગ ગોડાઉનમાંથી EVM યુપી કોલેજમાં જઈ રહ્યા હતા. આવતીકાલે ગણતરીના કામમાં રોકાયેલા કર્મચારીઓની બીજી તાલીમ છે અને આ મશીનોનો ઉપયોગ હંમેશા પ્રેક્ટિકલ તાલીમ માટે કરવામાં આવે છે.”

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ‘તમામ’ એક્ઝિટ પોલ વાંચવા અહિં ક્લીક કરો

EVM ના કથિત Viral Video વિડીયો બાદ અખિલેશ યાદવનો આક્ષેપ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મીડિયાની સામે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું, “વારાણસીમાં અમે એક ટ્રકને રોકી અને બે ટ્રક ભાગી ગઈ. જો ત્યાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ન હતી, તો ઈવીએમ સાથેની બે ટ્રક કેવી રીતે ભાગી ગઈ ? ઉમેદવારોની સહમતી વિના તમે ઈવીએમ ન લઈ જઈ શકો.

કથિત વાયરલ વિડીયો Viral Video

કથિત વિડીયોની પુષ્ટી સત્યમંથન દ્વારા કરવામાં નથી આવતી.

તેમણે કહ્યું, “અમને એવી માહિતી મળી રહી હતી કે મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ જિલ્લા મેજિસ્ટ્રેટને ફોન કરીને કહી રહ્યા છે કે, ‘જ્યાં પણ ભાજપ હારી રહ્યું છે, ત્યાં ગણતરી ધીમી થવી જોઈએ. હવે જ્યારે ઈવીએમ છીનવાઈ ગયા છે, અધિકારીઓ ઘણા બધા કામ કરી રહ્યા છે. બહાના બનાવશે છેલ્લી ચૂંટણીમાં ભાજપે 5,000થી ઓછા મતોના માર્જિન સાથે 47 બેઠકો જીતી હતી.

અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “વારાણસીમાં EVM પકડવાના સમાચાર યુપીની દરેક વિધાનસભાને સતર્ક રહેવાનો સંદેશ આપી રહ્યા છે. મતગણતરી દરમિયાન ગરબડના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સપા-ગઠબંધનના તમામ ઉમેદવારો અને સમર્થકને કેમેરા સાથે તૈયરા રહેવા પણ કહ્યું હતુ. લોકશાહી અને ભવિષ્યના રક્ષણ માટે મત ગણતરીમાં યુવાનો સૌ સાથે મળીને તૈયાર રહો !

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...