Viral Video On Social Media નોઈડા : ઉત્તર પ્રદેશ પોલીસે [UP Police] નોઈડામાં મહિન્દ્રા થાર કાર ચલાવતી વખતે સ્ટંટ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા વિડીયો Video માં યુવકને તેની કારની બારી બહાર બેઝબોલ બેટને લહેરાવતો જોઈ શકાય છે. યુવક કાર ડ્રાઇવિંગ કરતી વખતે આ પ્રકારે બેઝબોલનું બેટ બતાવી કરતબ કરતો હતો. વિડીયો સામે આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, યુપી પોલીસે યુવકની કાર જપ્ત કરી લીધી અને નોઈડા સેક્ટર 24 પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી.
વિડીયોમાં એક વ્યક્તિ લોકઅપના સળિયા પાછળ દેખાઈ રહ્યો છે, જે તેની ભૂલ બદલ માફી માંગી રહ્યો છે. આ યુવકે એમ પણ કહ્યું હતું કે તે આવા સ્ટંટ ફરીથી નહીં કરે. ટ્વિટર પર વીડિયો શેર કરતા યુપી પોલીસે હિન્દીમાં ટ્વીટ કર્યું, “જો તમે રસ્તા પર સ્ટંટ કરશો તો અમે શિકાર કરીશું. વાહન જપ્ત કરવામાં આવશે, તમે લોક-અપમાં હશો.”
થાર જીપમાં સ્ટંટ કરવા પડ્યા ભારે જૂઓ વિડીયો Viral Video On Social Media
ઈન્ટરનેટ પર યુઝર્સે યુપી પોલીસની યુવક સામેની કાર્યવાહીની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું કે, “#Noida ની શેરીઓ પર દબંગ બનવાનો આ યોગ્ય સમય નથી. બીજું કંઈ નહિ તો #noidapolice તમને ચોક્કસ પાઠ ભણાવશે.