Homeગુજરાતરાજકોટપ્રખ્યાત થવાની ઘેલછામાં જીપના બોનેટ પર ચઢી જોખમી સ્ટંટ; રાજકોટનો વાયરલ વિડીયો

પ્રખ્યાત થવાની ઘેલછામાં જીપના બોનેટ પર ચઢી જોખમી સ્ટંટ; રાજકોટનો વાયરલ વિડીયો

-

રાજકોટનો વાયરલ વિડીયો: યુવાનોમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવાની ઘેલછા વધતી હોય તેમ જણાય છે. અવાર-નવાર વાહનથી જોખમી સ્ટંટ કરતા યુવક-યુવતીના વિડીયો વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ રાજકોટ પોલીસ ન્યારી ડેમમાં જીપથી સ્ટંટ કરવા બદલ કાર્યવાહી કરી યુવાન આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે રાજકોટમાં ફરી એક યુવાનનો વિડીયો સાશિયલ મીડીયા પર વાયરલ (Viral Video) થયો છે જેમાં યુવાન જીપના બોનેટ પર બેસી સ્ટંટ કરતો નજરે પડે છે.

મળતી વિગતો મુજબ કથિત રીતે વાયરલ થઈ રહેલો આ વિડીયો Video સૌરાષ્ટ્રના એક યુવાન કલાકારનો છે. જીપના બોનેટ પર સ્ટંટના આ વિડીયામાં ડાયલોગ પણ લખેલો જણાય છે જે ઈન્સ્ટાગ્રામની રીલ્સ પર મુકવામાં આવ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિકના તમામ નિયમોનો ઉલાળીયો કરી યુવાન કલાકાર જીપના બોનેટ પર બેઠો છે. હાલ યુવાનોની સ્ટંટ કરવાની ઘેલછા અટકાવવી પોલીસ માટે જરૂરી અને પડકાર રૂપ સાબિત થઈ રહી છે.

જુઓ રાજકોટનો વાયરલ વિડીયો Viral Video Rajkot

ડિજિટલ જમાનામાં યુવાનો ડિજિટલ થવા જ જોઈએ પરંતુ ઘેલછા જોખમી સાબિત થઈ શકે તે પણ સમજવું પડશે. યુવાનો આવા સ્ટંટ કરી પોતાના જીવ જોખમમાં મુકવા સાથે પોતાના નામને પોલીસ ચોપડે ચઢાવવા તરફ જાણ્યે અજાણ્યે આગળ વધતા હોય છે. આ વાયરલ વિડીયોમાં પણ જોખમી સ્ટંટ જોઈ શકાય છે, વોઈસઓવર સાથેના આ વિડીયોમાં ‘ભાયુ’  અને લખાણ પણ લખેલું જોવા મળી રહ્યું છે.

યુવાનો વિરૂધ્ધ પોલીસ પણ કાર્યવાહી કરતી હોય છે છતાં અન્ય યુવાનો બોધપાઠ લઈ અટકતા નથી. ત્યારે મહત્વની વાત છે કે પોલીસે યુવાનોની આવી ઘેલછા બાબતે પણ વિચાર-વિમર્શ કરી તોડ શોધવો પડશે. અન્યથા જોખમી સ્ટંટનો આ સિલસિલો અટકાવવો ખુબ મુશ્કેલી ભર્યો

Read More: Viral Video Rajkot Update

Must Read