Homeગુજરાતરાજકોટજીપના બોનેટ પર સ્ટંટ કરતા રાજકોટના ગાયક કલાકારની પોલીસે કરી ધરપકડ

જીપના બોનેટ પર સ્ટંટ કરતા રાજકોટના ગાયક કલાકારની પોલીસે કરી ધરપકડ

-

રાજકોટ : રાજકોટના જાહેર માર્ગ પર જીપ કારના બોનેટ પર સ્ટંટ કરતા યુવા ગાયક કલાકારનો સિધ્ધાર્થ ઉર્ફ શેખર કિરીટભાઈ સુરૂનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં શેખર સુરૂ જીપ કારના બોનેટ પર બેસી સ્ટંટ કરતો નજરે પડતો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આજરોજ રાજકોટ શહેર પોલીસના માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

વાયરલ વિડીયો મામલે કાર્યવાહી કરી માલવિયાનગર પોલીસે જણાવ્યા અનુસાર, આરોપી શેખર સુરૂ અને તેનો મિત્ર તારીખ 24-06-2022ના રોજ તેના મિત્ર રવી ઉર્ફ રૂદ્દાક્ષ ચાંચીયાની જીપમાં રાત્રીના સમયે કાલાવડ રોડ પર ફરવા નિકળ્યા હતા. જે સમયે રવી જીપ હંકારતો હતો અને શેખર બોનેટ પર ચઢી સ્ટંટ કર્યો હતો અને તેનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો હતો.

વાયરલ કાર સ્ટંટના વિડીયો મામલો પોલીસે આજરોજ તારીખ 20 જૂલાઈના રોજ આરોપી સિધ્ધાર્થ ઉર્ફે શેખર કિરીટભાઈ સુરૂની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે શેખરની પુછપરછ કરી કાર ચાલકની માહિતી મેળવતા શેખરે તેના મિત્ર રવી ઉર્ફે રૂદ્રાક્ષ દીનેશભાઈ ચાંચીયાનું નામ આપ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે આરોપી રવી ચાંચીયા તારીખ 13-07-2022ના રોજ અવસાન પામ્યો છે.

માલવિયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એન. ભૂકણ અને પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.એસ. મહેશ્વરની તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, અજયભાઈ વિકમા, દિગ્પાલસિંહ જાડેજા, રવીભાઈ નાથાણી અને પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી તેમજ હિરેનભાઈ સોલંકી સહિતની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Read More: Viral Video Rajkot Update

Must Read