રાજકોટના સમાચાર : જન્માષ્ટમીના તહેવાર પર સૌરાષ્ટ્રમાં મેળાનું ખાસ મહત્વ હોય છે. ત્યારે રાજકોટમાં સૌથી મોટા લોકમેળા (Rajkot Lok Mela)નું આયોજન થાય છે. જેમાં પેટયું રડવા માટે વિવિધ રાઈડ્સ સાથે મોતના કુવા પણ યોજાતા હોય છે. નામની જેમ જ મોતના કુવા (Mot No Kuvo)માં ગતરોજ રાત્રિના સમયે ખેલ દરમિયાન કાર નીચે પટકાઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા વાયરલ Viral Video થયો છે.
મોતના કુવામાં ચક્કર લગાવતા ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનો પ્રેક્ષકોના દિલ ધડકાવી દેતા હોય છે. પરંતુ ગઈકાલે ચાલુ ખેલમાં મોતના કુવામાં ચક્કર લગાવી રહેલી કાર નીચે પટકાતા પ્રક્ષકો સહિત ખેલીઓના પણ દિલ થોડીવાર માટે થંભી ગયા હતા.
જૂઓ વિડીયો- ભાજપના મહિલા અને પુરુષ નેતા રૂમમાં હતા’ને પત્ની આવી ગઈ પછી…
મોતના કુવામાં ચાલુ ખેલ દરમિયાન કારનું ટાયર નિકળી જતા કાર નીચે પટકાઈ હતી. કાર નીચે પટકાતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ સદનસિબે કોઈ જાનહાની કે ગંભીર ઈજા થઈ ન હતી. અકસ્માતગ્રસ્ત કારને નુકશાન પહોંચ્યું છે પરંતુ ચાલક હેમખેમ બચી ગયાની માહિતી મળી હતી.
મોતના કુવામાં અકસ્માતનો વાયરલ વિડીયો Viral Video
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીને લઈને અનેક જિલ્લાઓમાં બે વર્ષ બાદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે લોકમેળામાં અનેક દુર્ઘટના જોવા મળી છે. જેના કારણે અગાઉ બે લોકોના મોત પણ નિપજ્યા છે. ત્યારે ફરી એકવાર રાજકોટના મેળામાં દુર્ઘટના સર્જાઈ છે. મેળામાં આવેલા મોતના કૂવામાં ચાલુ કારે ટાયર નીકળી જતા કાર નીચે પટકાઈ હતી.
પાપ્ત વિગત અનુસાર, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાયેલા લોકમેળામાં મોતના કૂવામાં દુર્ઘટના બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકમેળાના મોતના કૂવામાં શો ચાલી રહ્યો હતો. દરમિયાન એક કારમાં કરતબ ચાલી રહ્યા હતા. ત્યારે અચાનક જ ચાલુ કારે મોતના કૂવામાં કારનું ટાયર નીકળી ગયુ હતું. કારનું ટાયર નીકળી જતા કાર નીચે ખાબકી હતી. જોકે આ ઘટનામાં સદનસિબે કોઈ જાનહાની થઈ નથી.