Homeરાષ્ટ્રીયપંજાબમાં વિકાસ ગાંડો થયો ! ચાલુ વરસાદે ડામર કામનો વિડીયો વાયરલ

પંજાબમાં વિકાસ ગાંડો થયો ! ચાલુ વરસાદે ડામર કામનો વિડીયો વાયરલ

-

હોશિયારપુર : સરકાર દ્વારા વિકાસ કાર્યો થતા હોય અને આક્ષેપ બાજી ન થાય અથવા કોન્ટ્રાક્ટરના કામ પર સવાલ ન ઉઠે એવી રાહ સૌ કોઈ જોતા હોય છે. પરંતુ યેનકેન પ્રકારે સરાકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આવું ક્યારેય શક્ય બનશે કે કેમ તે મોટો સવાલ છે. પરંતુ હાલ પંજાબમાં આમ આદમી પાર્ટી AAP ની સરકારનો વિકાસ જાણે ચરમસીમા પર પહોંચ્યો હોય તેમ વાયરલ થયેલા એક વિડીયો Video પરથી જણાય છે.

આજરોજ પંજાબના હોશિયારપુર (Hoshiarpur Punjab)થી એક વિડીયો સામે આવ્યો છે જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ભર ચોમાસે અને ભારે વરસાદની વચ્ચે પણ કેવી રીતે ડામર રોડ નિર્માણનું કાર્ય અવિરત ગતિથી ચાલી રહ્યું છે. રસ્તા પર પાણી ભરેલા હોવા છતાં પણ ગાંડા થયેલા વિકાસને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આગળ ધપાવી રહ્યાં છે. પાણી ભરેલા રસ્તા પર ડામર પાથરવામાં આવે અને તેની ગુણવત્તા જળવાઈ કે કેમ તે મોટો સવાલ છે.

જાગૃત નાગરિકે પંજાબના હોશિયારપુરમાં વરસાદમાં ડામર પાથરવાના કામનો વિડીયો બનાવી કારસ્તાન ઉજાગર કર્યું છે. આ વિડીયોમાં યુવાન જણાવી રહ્યો છે કે, દેશના નાગરિકોના પૈસા છે તેનો દુરઉપયોગ કેમ થાય છે. સાથે જ તે જણાવે છે કે, અગ્રવાલ નામની કંપની આ ગાંડા થયેલા વિકાસનું કામ કરી રહી છે.

ANI ન્યૂઝ એજન્સી એએનઆઈ હિન્દીન્યૂઝના ટ્વિટર હેન્ડલ પરથી આ વાયરલ વિડીયો શેર કરી માહિતી આપવામાં આવી છે કે, પંજાબના હોશિયારપુરમાં વરસાદમાં ચાલી રહેલા રસ્તાના નિર્માણ કાર્યનો વિડીયો વાયર થતા સરકારે PWDના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. ત્યારે લોકોમાં ચર્ચા છે કે વિડીયો બનાવી યુવકે વાયરલ ન કર્યો હોત તો રાજ્યની કરોડોની રકમ પાણીમાં જતી રહી હોત, ત્યારે જો લોકોને જ ગેરરીતીઓ ઉજાગર કરવી પડશે તો સરકારને શું કરવાનું રહેશે.

Must Read