HomeમનોરંજનViral Video જુઓ - સપના ચૌધરી ખેતરની વચ્ચે ડાન્સ કરી ચાહકોના દિલ...

Viral Video જુઓ – સપના ચૌધરી ખેતરની વચ્ચે ડાન્સ કરી ચાહકોના દિલ જીત્યા

-

હરિયાણામાં દેશી ડાન્સ માટે પ્રખ્યાત સપના ચૌધરીએ સોશિયલ મીડિયા પર વિડીયો મુકતા થોડાજ સમયમાં ૬૦,૦૦૦ વ્યુ થયા હતા, હાલ આ વિડીયો તેના ચાહકો ખુબજ વખાણી રહ્યા છે.

હરિયાણાની(Hariyana) દેશી ડાન્સની(Desi Dance) રાણી એટલે સપના ચૌધરી(sapna chaudhari), આજે પણ તેને પોતાનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા, અને તે અવાર નવાર અચરજ પમાડે તેવા વિડીયો મૂકી તે ચમકતી રહે છે. હવે તે સ્ટેજ શો નહીં કરી શકે, પરંતુ તેના મ્યુઝિક આલ્બમ્સ અને ડાન્સ વીડિયો ચાહકોનું સંપૂર્ણ મનોરંજન કરે છે. તાજેતરમાં, અભિનેત્રીનું બીજું હરિયાણવી ગીત રિલીઝ થયું છે, જે સપના દિલો જાનથી પ્રમોટ કરવામાં વ્યસ્ત છે.

આ ગીત માત્ર 4 દિવસ પહેલા જ યુટ્યુબ પર રિલીઝ થયું છે, જેનું નામ ‘પતલી કમર’ છે, અને તેને ચાહકોનો એટલો બધો પ્રેમ મળ્યો છે કે તેના વ્યુ 1.2 મિલિયનને પાર કરી ગયા છે. સપના ચૌધરીએ પોતે પણ આ ગીત પર ડાન્સ કરતી હોઈ તેવો વીડિયો શેર કર્યો છે.

Sapna Chaudhari Viral video dance trending

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

Viral Video on Sara ali Khan “ઉનકી ગલતી નહીં થી… સારાનો વિનમ્ર સ્વભાવનો વિડીયો આવ્યો સામે

વીડિયોમાં સપનાને ખુલ્લા મેદાનની વચ્ચે વાદળી કુર્તા અને પ્લાઝોમાં તેના ગીત પર ડાન્સ કરતી જોઈ શકાય છે. ખુલ્લા આકાશ નીચે અને ફૂંકાતા પવનો વચ્ચે, સપના ખૂબ જ રમુજી રીતે પોતાની કમર લહેરાવતી જોઈ શકાય છે. વીડિયોની સાથે સપનાએ કેપ્શનમાં લખ્યું છે – ‘ચંદ્ર પણ ઝાંખો થયો’. સપના ચૌધરીના આ વિડીયોએ ટૂંકા સમયમાં 60 હજાર વ્યૂઝ મેળવ્યા છે, જ્યારે આ ગીત યુટ્યુબ પર પણ ભારે ધૂમ મચાવી રહ્યું છે.

Must Read