Viral Video News Today બેંગલુરુ : કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લા (Chickkabalapor District)માં શ્રીનિવાસ સાગર ડેમ (Srinivasa Sagara Dam)ની 30 ફૂટ ઉંચી દિવાલ પર ચઢવાનો સ્ટંટ કરી રહેલો એક યુવક 25 ફૂટની ઊંચાઈએથી પડી ગયો. અકસ્માતના કારણે નીચે પટકાટા યુવક ઘાયલ થયો છે. સોશિયલ મીડિયા પર સ્ટંટની આ ઘટનાનો વિડીયો વાયરલ Viral Video થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ અકસ્માત રવિવારે થયો હતો. યુવક ડેમની દિવાલ પર લગભગ ચઢી ગયો હતો, પરંતુ અચાનક સંતુલન ગુમાવવાને કારણે અથવા પકડ મજબુત નહીં હોવાના કારણે તે નીચે પડી ગયો હતો. યુવકની ઉંમર આશરે 20 વર્ષની હોવાનું જાણવા મળે છે. ઘટનાના વિડીયો Video માં જોઈ શકાય છે કે કેટલી જોખમી રીતે યુવક ડેમ પર ચઢતો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.
Viral Video News : યુવકને ડેમ પર ચઢવાનો સ્ટંટ કરવો પડી ગયો ભારે: વિડીયો વાયરલ
ઘાયલ યુવકને બેંગ્લોર Bangalore ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેને ગંભીર ઈજાઓ થઈ છે. યુવક જ્યારે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે ત્યાં 50 જેટલા લોકો હાજર હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો વિવિધ પ્રતિભાવ આપી રહ્યાં છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોખમી કૃત્ય ન કરવાની ચેતવણી છતાં દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરનાર યુવક સામે હવે કેસ નોંધવામાં આવ્યો છે.
આ ડેમ રાજ્યની રાજધાની બેંગલુરુથી 74 કિમી દૂર છે.