Homeવાયરલ ખબરગટરમાં લાગેલી આગ બુઝાવવા જતા ફાયર વિભાગના વાહન ઝપટે ચડતા રહી ગયું

ગટરમાં લાગેલી આગ બુઝાવવા જતા ફાયર વિભાગના વાહન ઝપટે ચડતા રહી ગયું

-

વાયરલ વિડીયો Viral Video : વડોદરા શહેરની મધ્યે અલકાપુરી Vadodara Alkapuri રોડ પર આવેલી એચ.ડી.એફ.સી. બેન્ક સામે મુખ્ય રોડ પર અચાનગ ગટર r માં આગ લાગી હતી. ગટરમાં લાગેલી આગ બુઝાવવા ફાયર Fire બ્રિગેડસ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ આગ બુઝાવવા ગયેલી ફાયરબ્રિગેડનું વાહન પણ આગની લપેટમાં આવી ગયું હતુ. સદનસીબે તુરંત આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. હાલ આ ઘટનાનો વિડીયો Video સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

આજરોજ બપોરના સમયે વડોદરા ખાતે ગટરમાં અચાનગ આગ લાગી હતી. આગ લાગતા લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. એચ.ડી.એફ.સી. બેન્ક અલ્કાપુરી પાસે આવેલા રોડ પર આગ લાગી હતી તેની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. મળતા અહેવાલ મુજબ આ આગ હવામાં પ્રસરેલી જોવા મળી હતી. જેના કારણે અચાનક આગે ફાયર બ્રિગેડના બંબાને પણ લપેટમાં લીધો હતો.

Viral Video news Today/ગટરમાં લાગેલી આગ બુઝાવવા જતા ફાયર વિભાગના વાહન ઝપટે ચડતું રહી ગયું

ફાયરબ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે આગ કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરબ્રિગેડે જે ગટરના ઠાંકણા પર પાણીનો મારો કર્યો ત્યાંથી આગ બીજા ઢાંકણા પર જતી રહી હતી અને ફાયરના વાહનને આગની લપેટમાં લઈ લીધો હતો. આ દ્રશ્ય જોઈ લોકોમાં ભય સાથ કૂતુહલ જોવા મળ્યું હતું.

ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવાયો ત્યારે પણ ધડાકાના અવાજ સંભળયા હતા. ફાયરબ્રિગેડે ખુબ જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2020માં અને 2021 માં પણ આ પ્રકારની ઘટના નોંધાઈ હતી. વર્ષ 2020માં વડોદરામાં ગટરના ગેસને કારણે આગ લાગતા પોલીસ કમિશનર બંગલાની સામે જ ગટરના સાત-સાત ઢાંકણા ઉડ્યા હતા. જેના કારણે એક કારનો કાચ તો એક કારનો દરવાજાને નુકશાન થયું હતું.

ઉપરાંત વર્ષ 2021માં પણ શિયાબાગ ખાતે ગટરના ગેસથી આગનો બનાવ નોંધાયો હતો. જેમાં આગમી જ્વાળાઓ ગટરના ઢાંકણામાંથી નિકળતી જોવા મળી હતી. ત્યારે નગરજનો આ ઘટનાને કારણે અનિચ્છનીય બનાવ બને તે પહેલા નિરાકરણ ઈચ્છી રહ્યાં છે.

Read More: આજના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો

Photos/યુધ્ધની સ્થિતીમાં પીડાદાયક બાળકોની હાલતની તસવીર જોઈ હ્રદય દ્વવી ઉઠશે

અઝાન vs હનુમાન ચાલીસા: MNS ના વિરોધ વચ્ચે BJP ના ઘનાઢ્ય નેતાની મફત લાઉડસ્પિકરની ઓફર

Video Viral/રોડ પર દોડતું મળેલું કાંગારૂ ભારત કેવી રીતે આવ્યું મોટો સવાલ આવ્યો સામે ?

Must Read