Wednesday, May 18, 2022

જૂઓ વીડિયો/AAP નેતા યુવરાજસિંહે પોલીસ પર કાર ચઢાવ્યાના ફૂટેજ સામે લાવી પોલીસ

Breaking News Gujarati Today: ગાંધીનગર Gandhinagar : આમ આદમી પાર્ટી AAP Gujarat ના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા Yuvrajsinh Jadeja ની ગઈકાલે ગાંધીનગર પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ગાંધીનગર પોલીસે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, પોલીસ પર કાર ચઢાવ્યાનો વીડિયો Video સામે આવતા પોલીસે યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવા સબબ ગુનો દાખલ કર્યો છે. તદઉપરાંત પોલીસની કાર્યાવાહીમાં અવરોધ કરાવનો પણ ગુનો દાખલ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ જાડેજા પર પોલીસકર્મી પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ લાગ્યો છે.

આજરોજ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ મીડિયાને જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજાની સત્યતા જાણ્યા વગર ઉમેદવારો તેમની વાતોમાં કુદી ન પડે. તેમના દ્વારા ઉમેદવારોને ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરાયો હતો. આ આક્ષેપને બળ આપતા ચુડાસમા એ જણાવ્યું હતું કે અમારી પાસે તેની ઉશ્કેરણીની વિડીયો ક્લિપ પણ છે, તેમજ પોલીસ સાથે કરેલી માથાકૂટનું પણ વિડીયો રેકોર્ડિંગ Video Recording છે. પોલીસ કોઈ પણ ઉમેદવારની કારકિર્દી બગડે તેમ પોલીસ ઈચ્છતી નથી. પણ જો કોઈ ઉશ્કેરણી મારફતે ખોટું કાર્ય કરશે તો તે ચલાવી પણ નહીં લેવાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પેપરલીક મામલે પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે હવે આગળની કાર્યવાહી કોર્ટમાં થશે.

Viral Video News Today વીડિયો/AAP નેતા યુવરાજસિંહે પોલીસ પર કાર ચઢાવ્યાના ફૂટેજ

અત્રે નોંધનીય છે કે, અભય ચુડાસમા એ વધુમાં જણાવ્યું કે, લક્ષમણભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ પર યુવરાજસિંહે પોતાની કાર ચઢાવી હતી જે ગુના સબબ પોલીસે કલમ 307 પ્રમાણે ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાનો વીડિયો યુવરાજસિંહની ખુદની કારમાં રહેલા કેમેરામાં જ કેદ થયો છે. તેમજ આ વીડિયો રેકોર્ડિંગ એફ.એસ.એલ.ની મદદથી મેળવાયું છે.

સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેમજ યુવરાજસિંહની વાતમાં આવી સત્યતા જાણ્યા વિના કુદી પડવું નહીં, સાથે જ પોલીસે આ મામલાને પેપેરલીકની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી તેવી સ્પષ્ટતા પણ પોલીસે કરી હતી.

આજના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો:

BJP ના ‘આઝાદી કા અમૃતોત્સવ’ સામે આજથી કોંગ્રેસની ‘આઝાદી ગૌરવ યાત્રા’

- Advertisment -

Must Read

man sleeping with chittah in video viral mr Dolph C Volker trending video on social media youtube

ચિત્તા સાથે ઉંઘતા માણસનો વિડીયો ફરી થયો વાયરલ, જાણો શા માટે...

Man sleeping with three cheetahs viral video : આપે કદાચ કોઈ વ્યક્તિને બિલાડી અને કૂતરા સાથે સૂતા જોયા હશે, પરંતુ શું તમે...