Homeવાયરલ ખબરકિંગ કોબ્રાને પાણી પીવડાવ્યાનો વિડીયો, ફોરેસ્ટ અધિકારીએ શું કહ્યું જૂઓ

કિંગ કોબ્રાને પાણી પીવડાવ્યાનો વિડીયો, ફોરેસ્ટ અધિકારીએ શું કહ્યું જૂઓ

-

Viral Video News Gujarati : વાયરલ વિડીયો : સોશિયલ મીડિયા પર સાપના ઘણા વિડીયો (Snake Video)વાયરલ થાય છે. આવા વિડીયો તો આપણને આશ્ચર્યચકિત કરી દે છે અથવા તો તે જોયા પછી આપણા રૂંવાડા ખડા થઈ જતા હોય છે. કિંગ કોબ્રા (King Cobra)ને સાપની પ્રજાતિમાં સૌથી ખતરનાક સાપ (Poisonous Snake) માનવામાં આવે છે. જો તે એકવાર કોઈને કરડે તો તેના માટે બચવું અશક્ય છે. સોશિયલ મીડિયા પર હાલ એક જબરદસ્ત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય. આ વિડીયોમાં એક વ્યક્તિ કિંગ કોબ્રાને બોટલમાંથી પાણી (King Cobra Drinking  Water From Bottle) આપી રહ્યો છે. વિડીયો એવો છે કે તેને જોતા જ તમારા રૂંવાટા ઉભા થઈ જશે.

વાયરલ થઈ રહેલા વિડીયોમાં Viral Video તમે જોઈ શકો છો કે એક ખૂબ જ ઉંચો કિંગ કોબ્રા જમીન પર બેઠો જોવા મળે છે. એક માણસ તેના હાથ વડે તેની પાછળનો ભાગ પકડી રહ્યો છે. બીજી તરફ, એક વ્યક્તિ હાથમાં પાણીની બોટલ લઈને કિંગ કોબ્રા પાસે આવી રહ્યો છે, જેથી તે પાણી પી શકે. કિંગ કોબ્રા શાંતિથી પાણી પીવે છે. પણ વ્યક્તિ ડરતો હોય તેમ જણાય છે. સાથે જ કેટલાક લોકો કિંગ કોબ્રાનું પાણી પીતા વિડીયો પણ બનાવી રહ્યા છે.

Viral Video News કિંગ કોબ્રાને પાણી પીવડાવ્યાનો વિડીયો વાયરલ

આ વિડીયો IFS ઓફિસર સુસાંતા નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે- દયાળુ અને નમ્ર બનો, સમય બદલાશે. આ વિડીયોને અત્યાર સુધીમાં 39 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વિડીયો પર અનેક કોમેન્ટ કરીને પાણી આપનાર વ્યક્તિના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આવું કરવું જોખમી પણ હોઈ શકે છે. બીજાએ લખ્યું – આ કેટલી મોટી વાત છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...