Homeવાયરલ ખબરશું તમે સિનેમા હોલમાં છો ? પટના હાઈકોર્ટના જજે IASનો ડ્રેસકોડ જોઈ...

શું તમે સિનેમા હોલમાં છો ? પટના હાઈકોર્ટના જજે IASનો ડ્રેસકોડ જોઈ વેધક સવાલ કર્યો

-

Viral Video News in Gujarati પટના : પટના હાઈકોર્ટના જજે શુક્રવારે વરિષ્ઠ IAS અધિકારી આનંદ કિશોર [IAS Anand Kishor]ને તેમના ‘અયોગ્ય’ ડ્રેસિંગ કોડ માટે ઠપકો આપ્યો હતો. વળી જજ જ્યારે ઠપકો આપી રહ્યા હતા ત્યારે અધિકારી એવું સમજાવવા પ્રયાસ કરી રહ્યા હતા કે તેમને કોર્ટમાં અનુસરવા પડતા ડ્રેસ કોડની ખબર જ નથી. તેમને ન્યાયાધીશે ઠપકો આપતા વેધક સવાલ પૂછ્યો હતો કે, કે શું તમને લાગે છે કે તેમે મૂવી થિયેટરમાં આવ્યા છો. આ ઘટનાનો વિડીયો Video સોશિયલ મીડિયા પર સામે આવતા હાથોહાથ વાયરલ Viral થઈ ગયો હતો. એક અહેવાલમાં આ વાયરલ વિડીયો જજ પીબી બજંથરીની કોર્ટમાં થયેલી ઘટનાનો છે.

એનડીટીવીના અહેવાલ મુજબ IAS અધિકારીને અયોગ્ય ડ્રેસ [Dress Code]માં જોઈને જજ પીબી બજંથરીએ તેમને પૂછ્યું કે શું તેઓ મસૂરીની સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ગયા નથી ? અધિકારીઓ આવી સ્થીતીમાં ન્યાયાધીશના પ્રશ્નના જવાબ આપવા સક્ષમ ન હોય તે સ્વાભાવિક છે. અહિં પણ તેમ જ દેખાયું હતું અધિકારી ફક્ત ત્યાં જ જજને સાંભળતા હતા. પરંતુ આ દરમિયાન જજ બજંથરીએ પૂછ્યું, “શું તમને લાગે છે કે આ સિનેમા હોલ છે ?” “તમને ખબર નથી કે તમારે કેવા યુનિફોર્મમાં કોર્ટ સમક્ષ હાજર થવાનું છે ?” “ઓછામાં ઓછો કોટ અને કોલર એટલો ખુલ્લો ન હોવો જોઈએ”

પટના હાઈકોર્ટના જજે IASનો ડ્રેસ કોડ જોઈ વેધક સવાલ કર્યો – Viral Video News in Gujarati

આ દરમિયાન આઈએએસ ઓફિસર પોતાની આસપાસ હાજર વકીલને જોતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે IAS આનંદ કિશોર બિહારના સીએમના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. હવે આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ જગતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયો ક્લિપમાં, ન્યાયાધીશ અધિકારીને બે મિનિટથી વધુ સમય માટે ઠપકો આપતા જોઈ શકાય છે કારણ કે તે તેના કોલરના બટનો ખુલ્લા અને બ્લેઝર વગર સફેદ શર્ટમાં સુનાવણી માટે પહોંચ્યા હતા.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...