Viral Video News Gujarati : King Cobra New Viral Video વાયરલ વિડીયો : સોશિયલ મીડિયા પર ખતરનાક સાપના કેટલાક વિડીયો Video વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ ખતરનાક સાપ કિંગ કોબ્રાને બોટલથી પાણી પીવડાવ્યાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે ફરી એક કોબ્રા સાપનો વિડીયો (Snake Dangerous Video) વાયરલ થયો છે. જેમાં ઘરની અંદર ફેણ ફુલાવીને એક કિંગ કોબ્રા સાપ બેઠો છે.
વાયરલ Trending થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક મોટો કિંગ કોબ્રા ઘરના આંગણાની વચ્ચે બેઠો છે. કિંગ કોબ્રાને ખુબ જ ખતરનાક સાપ માનવામાં આવે છે. લોકો કિંગ કોબ્રાને જોઈને જ ડરવા લગતા હોય છે. પરંતુ અહિં એક વ્યક્તિ પ્લાસ્ટિકની પેટી લઈને તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જૂઓ વિડીયો: Viral Video News Gujarati
View this post on Instagram
જોઈને સ્પષ્ટ ખ્યાલ પડે છે કે વ્યક્તિ સાપ પકડવા કોશીષ કરે છે પણ તે ડરેલો છે. લાંબી મહેનત અને ડરના અંતે કોબ્રા સાપની ફેણ ડબામાં લેવામાં સફળ થાય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર રસલ_વિપર નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લાઈક્સ પણ મળી ચૂકી છે. આ વીડિયો પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. કિંગ કોબ્રાનો આવો બચાવ તમે ક્યારેય જોયો છે?