Homeગુજરાતકોરેટા ગામના તળાવનું પાણી અચાનક થયું ગુલાબી, કૂતુહલ ભર્યો વિડીયો આવ્યો સામે

કોરેટા ગામના તળાવનું પાણી અચાનક થયું ગુલાબી, કૂતુહલ ભર્યો વિડીયો આવ્યો સામે

-

Viral Video News in Gujarati : સુઈગામ : બનાસકાંઠાના સુઈગામના કોરેટી ગામમાં એક આશ્ચર્યજનક ઘટના નોંધાઈ છે. કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલા અચાનક જ કલર બદલાઈ જવાની ઘટના જોવા મળી હતી. તળાવના પાણીનો કલર બદલાઈ ગુલાબી રંગનો થઈ જતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું હતું. ગામના લોકો તળાવ વચ્ચે આવેલા વર્ષો જૂના નીલકંઠ મહાદેવના મંદિરમાં આસ્થા સાથે આ ઘટનાને જોડે છે, ત્યારે કેટલાક વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકો આ ઘટનામાં વૈજ્ઞાનિક કારણ હોવાનું જણાવે છે.

સરહદી જિલ્લા બનાસકાંઠાના સુઈગામના કોરેટી ગામમાં તળાવનો કલર [Pink Color] બદલાઈ ગયો છે. તળાવ [Lake Water]ના પાણીનો કલર ગુલાબી થઈ જતા આસપાસના ગ્રામજનો પણ અહિં તળાવ જોવા માટે આવવા લાગ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે સાત દિવસ પહેલા જ તળાવનો કલર અચાનક જ બદલાઈ ગયો હતો. પરંતુ ગામના લોકોમાં આ ઘટના પાછળના કારણમાં બે ભાગ જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિક કારણ હોવાનું જણાવે છે તો કેટલાક આસ્થાની વાતને માને છે. જે હોય તે પણ આ કલર બદલાઈ જવાની ઘટનાની તપાસ જરૂરી હોય તેમ જણાય છે.

કોરેટા ગામના તળાવનું પાણી અચાનક થયું ગુલાબી- વિડીયો Viral Video News

તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર છે. તેના કારણે લોકો સાથે આસ્થા જોડાયેલી હોય લોકો આસ્થા બાબતે જણાવી રહ્યા છે. પરંતુ વૈજ્ઞાનિક ઢબે જિલ્લા તંત્રએ આ ઘટનાની તાત્કાલીક તપાસ કરી કારણ શોધવું જોઈએ.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...