Homeરાષ્ટ્રીયપક્ષી બચાવવા જતા કાર ચાલકે ફંગોળી નાખતા 2 ના મોત, મૃતકના પિતાએ...

પક્ષી બચાવવા જતા કાર ચાલકે ફંગોળી નાખતા 2 ના મોત, મૃતકના પિતાએ ફરિયાદ નહીં કરી માફ કરવા કહ્યું

-

Viral Video News મુંબઈ : મુંબઈના [Mumbai] બાંદ્રા-વરલી સી લિંક પર ગત 30 મેના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પક્ષીનો જીવ બચાવવા માટે કારમાંથી નીચે ઉતરેલા એક વેપારીને ટેક્સીએ ટક્કર મારી હતી. 43 વર્ષીય વેપારીને ટક્કર લાગ્યાના સી.સી.ટી.વી. ફૂટેજ આજરોજ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો જ્યારે ડ્રાયવર શ્યામ સુંદર કામતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પરંતુ આ ઘટના પ્રકાશમાં આવી તેનું કારણ છે મૃતક વેપારીના પિતાએ કે જેઓએ આ મામલો ડ્રાયવર પર કોઈ કાર્યવાહી નહીં કરવાની વાત કરી છે.

સમગ્ર ઘટના એવી છે કે, મુંબઈના બાંદ્રા-વરલી સી-લિંક [Bandra Worli Sea Link] પર ઘાયલ થઈ તરફડી રહેલા પક્ષીને બચાવવા માટે 43 વર્ષના વેપારી અમર મનીષ જરીવાલા અને તેના ડ્રાયવર કારમાંથી નીચે ઉતર્યા હતા. દરમિયાન ટેક્સીની ટક્કર વાગતા બંનેના મૃત્યુ થયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ [CCTV Footage] સામે આવતા ઘટના પ્રકાશમાં આવી છે.

અકસ્માતનાં પુત્ર ગુમાવનાર પિતાએ કહ્યું કાર્યવાહી નહીં માફ કરવા છે – Viral Video News

અકસ્માત સર્જાતા ટેક્સીના ડ્રાયવર રવિન્દ્ર કુનાર જયસ્વાલ વિરૂધ્ધ બેદરકારી પૂર્વક વાહન હંકારવાનો કેસ નોંધવામાં આવ્યો અને ધરપકડ કરવામાં આવી છે. પરંતુ મૃતક વેપારીના પિતા મનીષ જરીવાલાએ પોલીસને જણાવ્યું કે તેમનો પુત્ર જીવ પ્રત્યે દયા રાખતો હતો. હંમેશા તેમનો પુત્ર પક્ષી-પ્રાણીની મદદ કરતો હતો. અને ટેક્સીના ડ્રાયવર સામે કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતા નથી. તેમણે પોલીસને જણાવ્યું કે તેઓ નથી ઈચ્છતા કે ડ્રાયવરને કોઈ તકલીફ પડે.

પરંતુ વરલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અનિલ કોલીએ જણાવ્યું હતું. કે તેઓ ડ્રાઇવર સામે દાખલ કરાયેલ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) પાછી ખેંચશે નહીં. “ટેક્સી ડ્રાઇવરે એવી રીતે વાહન ચલાવવાની જરૂર છે કે વાહન સંપૂર્ણ નિયંત્રણમાં હોય. પીડિત પરિવાર કદાચ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી ન ઈચ્છે પરંતુ અમે યોગ્ય કાર્યવાહી કરીશું. અમે કેસ પાછો નહીં લઈએ. અમે તેની ચાર્જશીટ કરીશું,”

કોરેટા ગામના તળાવનું પાણી અચાનક થયું ગુલાબી, કૂતુહલ ભર્યો વિડીયો આવ્યો સામે

પેરામોટર: અમદાવાદ આકાશમાં ઉડતા જવાનો પણ જગન્નાથજી રથયાત્રાના બંદોબસ્તમાં જોવા મળી શકે છે

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...