Viral Video news Gujarati વડોદરા : વડોદરાના ખટંબામાં સગા ભાઈએ બહેન પર જાહેરમાં 11 ચપ્પુના ઘા માર્યાની ઘટના સામે આવી છે. હિચકારો હુમલો કરનારો નિર્દયી ભાઈ બેફામ રીતે ચપ્પુ વડે બહેન પર હુમલો કરી રહ્યાનો વિડીયો સામે આવતા ભાઈ પર ફિટકાર વરસી રહી છે. યુવકની માતા પુત્રીને બચાવવા વચ્ચે પડતા પુત્રએ માતા પર પણ હુમલો કરી ઈજાગ્રસ્ત કરી નાખી હતી. દર્દનાક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચારે તરફ નિર્દયી સંતાન પર ફિટકાર વરસ રહી છે.
ઘટના વડોદરાના ખટંબા (Vadodara, Khatmba) વિસ્તારની છે. જેમાં કથિત રીતે આર્થિક સંકડામણને કારણે ફોરેન્સિક સાયનસમાં અભ્યાસ કરતા યુવકે સગી બહેન અને માતા પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત માતા અને પુત્રી બંનેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં બેની નામનો યુવક બેટી નામની સગી બહેન પર ઉપરાછાપરી ચપ્પુ વડે હુમલો કરતો જણાય છે. ઘટનાનો વિડીયો Video વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે આરોપી બેની જાહેરમાં આ નિર્દયી રીતે બહેનને રહેંસી નાખવા ઉતર્યો હતો.
નફ્ફટ યુવકે બહેન અને માતાને ઈજાગ્રસ્ત કર્યા બાદ વિડીયો ઉતરી રહેલા લોકો સામે પણ અભદ્ર ઈશારા કરતો હતો. એટલું જ નહીં ઘરના કારની પણ તોડફોડ કરતો હતો. દરમિયાન આ ઘટના સમયે હાજર કોઈ પણ માથા ફરેલા આ યુવકને અટકાવવા આગળ આવ્યું ન હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના ગત 18 જૂનના રોજ ખટંબાની ક્રિષ્ના દર્શન વિલામાં થઈ હતી. જેમાં એલેક્સ મલઈકના 24 વર્ષી પુત્ર બેનએ સગી 21 વર્ષીય બહેન બેટ્ટી પર બપોરે 4 વાગ્યા આસપાસ હુમલો કર્યો હતો. ગુસ્સે થઈ માતા પર બુમો પાડતા બેનને બેટ્ટી સમજાવવા જતા ચપ્પુ લઈ આરોપી બેન બેટ્ટી પર તુટી પડ્યો હતો. બેટ્ટીના શરીર પર ધડાધડ 11 ચપ્પુના ધા મારી બહેનને અધમુઈ કરી નાખી હતી, જ્યારે માતાને હાથમાં ચપ્પુ મારી ઈજાગ્રસ્ત કરી હતી.
વિગતો મળી રહી છે કે, 48 વર્ષીય શૈની એલેક્સ અબ્રાહમ મલઈકને બે સંતાન છે. જેમાં 24 વર્ષનો બેન નામનો પુત્ર અને 21 વર્ષની બેટ્ટી નામની દીકરી છે. દીકરો અભ્યાસ ફોરેન્સીક સાયન્સમાં કરે છે અને દીકરી બી.ફાર્મમાં અભ્યાસ કરે છે. મહિલાનો પતિ એક પેકેજીંગ મટિરિયલ સપ્લાયની કંપની ચલાવે છે. અહેવાલ મળી રહ્યાં છે કે હાલ માતા-પુત્રી વતન દમણ જતા રહ્યાં છે.