Homeવાયરલ ખબરદલિત સ્વામીના મોઢામાંથી કોળીયો કાઢી ખાધો, કટ્ટરપંથી તત્વોને તમાચો : કર્ણાટક

દલિત સ્વામીના મોઢામાંથી કોળીયો કાઢી ખાધો, કટ્ટરપંથી તત્વોને તમાચો : કર્ણાટક

-

Viral Video News Gujarati બેંગલુરુ : કોંગ્રેસના ધારાસભ્ય ઝમીર અહેમદ ખાનનો એક વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ દલિત સમાજના સંત નારાયણના મોંમાંથી એઠું ભોજન લેતા જોવા મળી રહ્યા છે. એક કાર્યક્રમ દરમિયાન, બેંગલુરુના કોંગ્રેસના ધારાસભ્ય, ઝમીર ખાને સમુદાયો વચ્ચે તિરાડ પેદા કરવા માટે કટ્ટરપંથી તત્વોને નિશાન બનાવ્યા અને ઉગ્રતા પુર્વક વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં તેમણે પાસે રાખેલ એક થાળીમાંથી પોતાના હાથે ભોજન લઈ દલિત સ્વામીજીના મોંમાં મુક્યું હતું. બાદમાં સ્વામીજીએ પોતાના હાથે તેમને ભોજનનો કોળીયો આપવા પ્રયાસ કર્યો ત્યારે ધારાસભ્યએ સ્વામીને રોક્યા હતા. બાદમાં ધારાસભ્યએ સ્વામીજીના મોંમાથી કોળીયો બહાર કાઢી ખવડાવવા જણાવ્યુ હતું. આ ઘટના જોઈ હાજર લોકો દ્વારા તાળીનો ગડગડાટ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આંબેડકર જયંતિ ઈદ મિલનના કાર્યક્રમના આયોજન દરમિયાનનો આ વિડીયો Video છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રવિવારના રોજ આયોજિત આ કાર્યક્રમ દરમિયાન, ઝમીર ખાને સમુદાયો અને કટ્ટરપંથી તત્વોને નિશાન બનાવવાની વચ્ચેના તિરાડને ઘટાડવાની વાત કરી હતી.

યુવકને ડેમ પર ચઢવાનો સ્ટંટ કરવો પડી ગયો ભારે: વિડીયો વાયરલ

ઝમીર ખાનના આ વિડીયો મામલે, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર આ વિડીયોની મજાક ઉડાવી રહ્યા છે. જ્યારે ઘણા લોકો તેને ભાઈચારાનું ઉદાહરણ ગણાવી ધારાસભ્યના વખાણ કરી રહ્યા છે.

Viral Video News દલિત સ્વામીના મોઢામાંથી કોળીયો કાઢી ખાધો કટ્ટરપંથીને તમાચો : કર્ણાટક

જણાવી દઈએ કે ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા જમીર અહેમદ ખાન અગાઉ ખાદ્ય અને નાગરિક પુરવઠા, ઉપભોક્તા બાબતો અને લઘુમતી કલ્યાણ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...