Viral Video News : વડોદરાના છેવાડે સ્થીત માણેજા (Vadodara Maneja) માં ગતરોત મોડી રાત્રિના ગણેશ વિસર્જનયાત્રામાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. ભયાનક માહોલ સર્જાવા પાછળ કેટલાક અસામાજિક તત્વો હોવાની માહિતી મળી રહી છે. અસામાજિક તત્વોએ વિસર્જન યાત્રામાં ગણેશ મંડળ (Ganesh Mandal)ના યુવાનો સાથે ઝપાઝપી કરી હતી જેનો વિડીયો Video Viral સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે વિસર્જન યાત્રાના રંગમાં ભંગ પડ્યો હતો, અને યુવાનો વચ્ચે મારપીટ અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
પકડો… પકડો…
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, આ બખેડો સર્જાયો ત્યારે ડી.જે. ઓપરેટરને મારવા માટે પણ પાછળ લોકો દોડ્યા હતા. ત્યારે પકડો, પકડો… જેવી બુમો પણ પડી રહી હતી. આમ યાત્રામાં ભાવિકોના ટોળા વચ્ચે અસામાજિક તત્વો ઘુસી જતા ભક્તોના રંગમાં ખલેલ પહોંચ્યો હતો.
જૂઓ વિડીયો– ગોંડલમાં આખલાને લાકડી ફટકારવા ગયેલા પ્રૌઢ પર આંખલાનો હુમલો: રાજકોટ
સજ્જનોએ ઉત્સવ આટોપી લેવો પડ્યો
વિસર્જન યાત્રામાં આ બખેડો સર્જાતા કેટલાક સજ્જનો તો તાત્કાલીક ઘર ભેગા થવા લાગ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ નાની માથાકુટ હમણા પુરી થઈ જશે તેમ માની રોકાવાનું મન બનાવ્યું હતું. પણ આ લોકોને પણ થોડી વાર પછી ગંભીરતા સમજાતા તેઓ પણ ઘર ભેગા થઈ ગયા હતા. કેટલાક અસામાજિક તત્વો કારણે ભાવિકોને ઉત્સવ આટોપી લેવો પડ્યો હતો.
પોલીસ બંદોબસ્ત વચ્ચે બખેડો ?
આ ઘટના બાદ માથાભારે શખ્સો વિરૂધ્ધ પગલા લેવા માગણી ઉઠવા પામી છે. પરંતુ સવાલ સુધી સત્તાવાર રીતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયાના અહેવાલ મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, આ યાત્રામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં આટલો મોટો બખેડો સર્જાયો હતો તેમજ લાંબો સમય સુધી ઘમાસાણ ચાલ્યું હતું.