HomeમનોરંજનViral Video નદીમાં ડૂબતી મહિલાને બચાવતા સ્થાનિક નાવિકો...

Viral Video નદીમાં ડૂબતી મહિલાને બચાવતા સ્થાનિક નાવિકો…

-

સામાન્ય રીતે માણસના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી રહેતી હોય છે, જેમાં પારિવારિક દુખ સામે હારીને મોતેને વહાલું કરતા ઘણા કિસ્સાઓ આપણે જોયા હશે. આજે તેવોજ કિસ્સો મધ્યપ્રદેશના જબલપુરથી સામે આવ્યો છે.

મળતા અહેવાલ પ્રમાણે આ મહિલા પોતાના પતિથી પરેશાન હતી, જેના કારણે વાયરલ વિડીયોમાં દેખાતી મહિલા ભેડાઘાટ પહોચી હતી અને આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત લાવવાના ઈરાદે જોરદાર વહેતા ધોધમાં છલાંગ લગાવી હતી.

પણ કુદરતે કઈક અલગ જ નક્કી કરેલું હતું, ધોધમાં છલાંગ લગાવતાજ સ્થાનિક નાવિકોએ પોતાના જીવના જોખમે આ મહિલાને બચાવાનો પ્રયાસ કરી સહી સલામત મહિલાને બહાર કાઢી હતી. અને બહાર લાવીને તેમના શરીરમાં ભરાયેલું પાણી તાત્કાલિક બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

“શાબાશ અલી ખાને જબલપુરના ભેંડાઘાટ ખાતે આત્મહત્યા કરવાના ઇરાદે નદીમાં કૂદી પડનાર પરિણીત મહિલાને પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવી લીધી”

જુઓ – Viral video MP Jabalpur bhedaghat

“ઉનકી ગલતી નહીં થી… સારાનો વિનમ્ર સ્વભાવનો વિડીયો આવ્યો સામે

તમે વિડીયોમાં નાવિકોના સાહસને જોઈ શકો છો,વાંસના સહારે નીચે ઉતર્યો અને બીજા નાવિકોએ વાંસના ડંડાને પકડીને નાવિકને સહારો આપ્યો અને વાંસના ડંડાના સહારે અલી ખાન નામના વ્યક્તિએ મહિલાને નર્મદા માંથી બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો હતો. નદીમાંથી બહાર કાઢ્યા બાદ મહિલાના પરિવારને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Jabalpur Collector give Award Sonu Adivasi and Ali khan

IAS અધિકારી બનીને બધાની બોલતી બંધ કરી દીધી – જાણો

પોતાના જીવના જોખમે બચાવ નાર સાહસિક નાવિકો અલી ખાન અને સોનું આદીવાસીને જબલપુરના કલેકટર કરમવીર શર્મા એ સન્માનિત કર્યા હતા. અને બન્ને નવયુવાનોને આ સાહસિક કામ કરવા માટે બિરદાવ્યા હતા જેથી ભવિષ્યમાં પણ યુવાનોને પ્રેરણા મળે.

Must Read