HomeમનોરંજનViral Video જુઓ ગાયનું છાણ ખાતા MBBS ડોક્ટરનો...

Viral Video જુઓ ગાયનું છાણ ખાતા MBBS ડોક્ટરનો…

-

MBBS ડોક્ટરનો ગાયનું છાણ ખાતા વીડિયો વાયરલ, તેને ગણાવ્યા અનેક ફાયદાઓ અને પોતે ગાયના છાણને ખાયને પણ બતાવે છે.

સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે, જેમાં ગાયના છાણના ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે.Dr Manoj Mittal (MBBS,MD) નો ઈન્ટરનેટ પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ડોક્ટરે કેમેરાની સામે ગાયના છાણનું સેવન કરવાના ફાયદા વિશે જણાવ્યું છે. મળતા અહેવાલ મુજબ તે MBBS ડોકટર છે અને ડોક્ટરનું નામ મનોજ મિત્તલ છે. અને તેમનો દાવો છે કે ગૌમૂત્ર પીવાથી અને ગોબર ખાવાથી ઘણી ગંભીર બીમારીઓ દૂર થાય છે.

Viral Video જુઓ ગાયનું છાણ ખાતા MBBS ડોક્ટરનો.

Dr Manoj Mittal MBBS,MD

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ડોક્ટર મનોજ મિત્તલ કેમેરાની સામે જમીન પરથી ગાયનું છાણ ઊંચકીને મોંમાં નાખે છે. તેને ખાતી વખતે ડોક્ટરે તેના ફાયદા ગણાવ્યા. તેમણે વીડિયોમાં કહ્યું, ‘ગાયમાંથી મેળવેલા પંચગવ્યનો દરેક ભાગ માનવજાત માટે ખૂબ જ મૂલ્યવાન છે. જુઓ જો આપણે ગાયનું છાણ ખાઈએ તો આપણું શરીર અને મન શુદ્ધ બને છે. આપણો આત્મા શુદ્ધ બને છે. એકવાર તે આપણા શરીરમાં પ્રવેશે છે અને તે આપણા શરીરને એક રીતે શુદ્ધ કરે છે.

Must Read