કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપીને Viral Video વાંદરાને બચાવવાનો પ્રયાસ કરતા વ્યક્તિનો વીડિયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ માણસને હીરો ગણાવવામાં આવ્યો છે, જોકે સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વાનર બીજા દિવસે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો.
તામિલનાડુના પેરામ્બલુરના 38 વર્ષીય કાર ડ્રાઈવર એમ. પ્રભુએ જણાવ્યું હતું કે, તેમને 9 ડિસેમ્બરે એક ઝાડ પર વાનર ઘાયલ અને બેભાન હાલતમાં મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ માણસને હીરો ગણાવવામાં આવ્યો છે, સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ વાનર બીજા દિવસે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો.
પ્રભુએ જણાવ્યુંકે વાંદરાનો કૂતરાઓએ પીછો કર્યો હતો અને પોતાનો જીવ બચાવવા માટે નજીકના ઝાડ પર ચઢવામાં સફળ રહ્યો હતો.
વધુ વિડીયો જુઓ – ઉત્સાહમાં આવી ફાયરીંગ કરતા નવદંપતીનો વિડીયો.
ત્યારબાદ પ્રભુએ કૂતરાઓનો ત્યાંથી દુર કર્યા અને વાંદરાને ઝાડ પરથી જીવ બચાવવા નીચે ઉતાર્યો.
તેણે કહ્યું કે, “વાંદરો ઈજાઓ સાથે ઝાડ પર ચઢ્યો અને પછી બેભાન થઈ ગયો ત્યારે હું ડરી ગયો હતો. મેં તેને થોડું પાણી આપ્યું પરંતુ તે પીતો ન હતો જેથી હું ખૂબ જ પરેશાન હતો. હું આ પ્રાણીને આ હાલતમાં જંગલમાં છોડવા માંગતો ન હતો.”
ત્યારબાદ પ્રભુ અને તેના મિત્રએ પ્રાણીને હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું.
હૉસ્પિટલએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્રભુને સમજાયું કે વાંદરો ભાન ગુમાવી રહ્યો છે તેથી તેણે તેનું ટુ-વ્હીલર રોક્યું અને શ્વાસ લેવામાં મદદ કરવા માટે સી.પી.આર કરવાનું શરૂ કર્યું.
Viral Video – Man saves Injured Monkey By giving CPR
પ્રભુએ કહ્યું “મેં કંઈ વિચાર્યું નહિ અને મેં તેના મોંમાં શ્વાસ લીધો.
વિડિયોમાં પ્રભુને વાંદરાની છાતી પર દબાવી અને વાંદરાને જીવિત કરવાનો પ્રયાસ કરવા મોંમાં શ્વાસ લેતા જોઈ શકાય છે.
હોસ્પિટલમાં પહોચ્યા બાદ વાંદરાને ગ્લુકોઝ અને રસી આપવામાં આવી હતી અને તેને વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.
ભારતીય વન સેવા અધિકારી સુધા રામેને ટ્વિટર કરી લખ્યું “દુર્ભાગ્યે આ વાનર બીજા દિવસે મૃત્યુ પામ્યો હતો.
જુઓ વિડીયો – પ્લેનને ધક્કા મારતા ટોળાનો વાયરલ વિડીયો જુઓ
પ્રભુને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી હતી કારણ કે કોઈપણ જંગલી પ્રાણીની નજીકની મુલાકાતમાં ઝૂનોટિક્સનું જોખમ રહેલું છે.
કોઈપણ પ્રાણી બચાવ માટે હંમેશા સ્થાનિક વન વિભાગ ફાયર અથવા પોલીસનો સંપર્ક કરો.
એક સ્થાનિક પત્રકાર થિરુસેલ્વમે જણાવ્યું હતું કે, “પેરમ્બલુર જિલ્લાના ઓડિયામ નજીક કાર ચાલક દ્વારા બચાવેલ 8 મહિનાના નર વાનરનું એક દિવસની સારવાર પછી મૃત્યુ થયું છે. વાંદરાને સજીવન કરનાર ડ્રાઈવર પરેશાન થઈ ગયો અને રડ્યો. વન અધિકારીઓ દ્વારા વાંદરાને દફનાવવામાં આવ્યો હતો.